અમરેલી, 9 ઓગસ્ટ (હિ.સ.)નાગેશ્રી પોલીસ સ્ટેશન દ્વારા સરકારી હાઈસ્કૂલ, ટીંબી ખાતે સાયબર ક્રાઇમ અને ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમ દરમ્યાન પોલીસ અધિકારીઓએ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમથી બચવા માટેની જરૂરી તકેદારી, સોશિયલ મીડિયા પર સુરક્ષિત રહેવા માટેના ઉપાયો તેમજ ઓનલાઈન છેતરપિંડીના જુદા જુદા પ્રકારો વિશે માહિતગાર કર્યા. સાથે જ ટ્રાફિક નિયમોનું પાલન કરવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો અને માર્ગ સુરક્ષાના નિયમોની વિગતવાર સમજ આપી.
આ અવસરે વિદ્યાર્થીઓએ પણ પ્રશ્નો પૂછીને પોતાની શંકાઓનું નિવારણ કર્યું. કાર્યક્રમનો ઉદ્દેશ્ય યુવા પેઢીને ટેક્નોલોજીનો સુરક્ષિત ઉપયોગ કરવા અને માર્ગ અકસ્માતોથી બચવા માટે જાગૃત બનાવવાનો હતો.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai