સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો
અમરેલી 9 ઓગસ્ટ (હિ.સ.)આજરોજ અમરેલી શહેરના પાણી દરવાજા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે પ્રખ્યાત વક્તા પૂજ્ય શ્રી સુખસ્વરૂપ સ્વામીના મુખેથી કથા શ્રવણ કરવાનો સૌભાગ્ય હરિભક્તોને પ્રાપ્ત થયું હતું. સ્વામીએ
સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો


અમરેલી 9 ઓગસ્ટ (હિ.સ.)આજરોજ અમરેલી શહેરના પાણી દરવાજા ખાતે આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. પ્રસંગે પ્રખ્યાત વક્તા પૂજ્ય શ્રી સુખસ્વરૂપ સ્વામીના મુખેથી કથા શ્રવણ કરવાનો સૌભાગ્ય હરિભક્તોને પ્રાપ્ત થયું હતું. સ્વામીએ જીવનમાં સંસ્કાર, સદાચાર અને સેવા-ભક્તિના મહત્ત્વ અંગે સુંદર ઉપદેશ આપ્યો હતો. કથાના પ્રસંગે સ્થળ પર ભાવિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો.

કાર્યક્રમ દરમિયાન અમરેલીના ધારાસભ્ય શ્રી કોશીક વેકારીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામીના આશીર્વચનનો લાભ લીધો હતો. તેમણે પણ સૌને ધાર્મિક માર્ગ પર ચાલવા અને સમાજમાં સદભાવના જાળવવા પ્રેરણા આપી હતી.

આ અવસરે અમરેલી શહેરના અનેક આગેવાનો, સામાજિક કાર્યકરો અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોએ ઉપસ્થિત રહી ધર્મલાભ મેળવ્યો હતો. મંદિર પ્રાંગણમાં ભક્તિભર્યો માહોલ છવાયો હતો અને કથાના અંતે સર્વેને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું.

આવા ધાર્મિક કાર્યક્રમો સમાજમાં એકતા, નૈતિક મૂલ્યો અને સંસ્કૃતિના સંવર્ધન માટે મહત્ત્વપૂર્ણ બની રહે છે તેવો સંદેશ પ્રસંગે આપવામાં આવ્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande