અંબાજી માં બનાસકાંઠા જિલ્લા કક્ષાની આદિવાસી દિવસ ની ઉજવણી, રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ
અંબાજી 09 ઓગસ્ટ (હિ. સ)આજે 9 ઓગસ્ટને આદિવાસી સમાજના ભગવાન ગણાતા બિરસા મુંડા ની 150 મી જન્મ જયંતી ને લઇ આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર ના વિવિ
AMBAJI MA AADIVASI DIBASNI UJAVNI


AMBAJI MA AADIVASI DIBASNI UJAVNI


અંબાજી

09 ઓગસ્ટ (હિ. સ)આજે 9 ઓગસ્ટને આદિવાસી સમાજના ભગવાન ગણાતા

બિરસા મુંડા ની 150 મી જન્મ

જયંતી ને લઇ આજે વિશ્વ આદિવાસી દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે રાજ્ય અને

કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તાર ના વિવિધ વિકાસલક્ષી યોજનાઓ સાથે આજે વિશ્વ

આદિવાસી દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે તેમાં પણ ખાસ કરીને આદિવાસી વિસ્તારના

અંબાજીથી ઉમરગામ સુધી 14 જેટલા જિલ્લાઓ માં ભારે ઉત્સાહ પૂર્વક ઉજવણી કરવામાં આવી છેબનાસકાંઠા જિલ્લા નો દાંતા

તાલુકો પણ મહત્તમ આદિવાસી વિસ્તાર છે જ્યાં તાલુકા મથકે જિલ્લા કક્ષા ની આદિવાસી

દિવસ ની ઉજવણી રાજ્ય ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતા માં ઉજવણી કરાઈ હતી જેને

ઋષિકેશ પટેલ એ દીપ પ્રગટાવી ખુલ્લી મૂકી હતી આજે વિશ્વ આદિવાસી દિવસ ને લઈ આદિવાસી

યુવકો દ્વારા વિવિધ રંગા રંગ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરાયા હતા આ પ્રસંગે

શૈક્ષણિક,રમતગમત

તેમજ ઈતર પ્રવૃતિઓ માં આદિવાસી યુવક યુવતીઓ એ સારા દેખાવો કર્યા હોય તેમને

સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા જયારે વનબંધુ કલ્યાણ હેઠળ ના લાભાર્થીઓ ને

વિવિધ કીટ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું જ્યારે આજે રક્ષા બંધન ની તહેવાર

હોવાથી આદિવાસી મહિલાઓ દ્વારા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને રાખડી બાંધી હતીજોકે આ પ્રસન્ગે ઉપસ્થિત રહેલા

આરોગ્ય મંત્રી એ જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તાર ના વિકાસ ને લઈ સરકાર સતત

ચિંતિત છે ને હજી વધુ વિકાસ કરવા પણ સરકાર થનગની રહી હોવાનુ ઋષિકેશ પટેલ (આરોગ્ય

મંત્રી )ગુજરાત એ જણાવ્યું હતુંઆજે દાંતાતાલુકા ખાતે યોજાયેલા વિશ્વ

આદિવાસી દિવસ ની ઉજવણી નિમિતેહડાદ ખાતે પણ આદિવાસી સમાજના લોકોની

મેરેથોન દોડ યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યા માં આદિવાસી લોકો ઉપસ્થિત રહ્યા

અને અંબાજી માં પણ આદિવાસી લોકો દ્વારા વિશાળ રેલી યોજી હતી , આ પ્રસન્ગે જિલ્લા કલેકટર ,DDO

સહીત જિલ્લા નાપદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

---------------

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ


 rajesh pande