જામનગરમાં સગીરા સાથે દૂષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની કેદની સજા
જામનગર, 9 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં એક સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો જયારે ભોગ બનનારને વળતર પેટે ચાર લાખ ચુકવવા આદેશ કરવામાં આવ્યો હતો. આ કેસની ટૂંકી હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ભોગ બનનારે તારીખ ૬
અરેસ્ટ


જામનગર, 9 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં એક સગીરા પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા અને દંડ ફટકાર્યો હતો જયારે ભોગ બનનારને વળતર પેટે ચાર લાખ ચુકવવા આદેશ કરવામાં આવ્યો હતો.

આ કેસની ટૂંકી હકીકત એવી છે કે આ કામના ફરિયાદી ભોગ બનનારે તારીખ ૬ ૧૦ ૨૦૨૦ ના રોજ ફરિયાદ કરેલ તે પહેલા ફરિયાદી ભોગ બનનાર ઉંમર વર્ષ ૧૪ વર્ષ અને પાંચ મહિના વાળીને ફરીયાદના ત્રણ ચાર મહિના પહેલા આરોપી ઈબ્રાહીમ અબ્દુલ પાનવાળા ઉંમર વર્ષ ૨૦ રહેવાસી ધરા નગર ૧ જામનગર વાળાએ ભોગ બનનારને એક કાગળમાં મોબાઈલ નંબર લખી ચિઠ્ઠી આપે અને તેમાં ભોગ બનનારે વાત કરતા બાદમાં આ કામના આરોપી ભોગ બનનાર સગીર વયની હોવાનું જાણતો હોવા છતાં તેની સાથે અવારનવાર ફોનમાં વાત કરી મુલાકાત કરવાનું જણાવી ત્યારે ભોગ બનનારે મળવાની ના પાડતા આરોપીએ ભોગ બનનારને કહેલ કે જો તું મને મળવા નહીં આવતો હું તારા મમ્મી પપ્પાને તું મારી સાથે ફોનમાં વાત કરે છે તેની જાણ કરી દઈશ.

જેથી ભોગ બનનાર ગભરાઈ ગયેલ અને બીકના કારણે ભોગ બનનારે આરોપીને કહેલ કે તું મારા મમ્મી પપ્પાને કાંઈ વાત કહેતો નહીં અને મળવાની હા પાડેલ જેથી આરોપી રાત્રિના ત્રણ ચાર વાગ્યે ભોગ બનનારની અગાસી ઉપર ગયેલ અને ભોગ બનનાર અગાસી ઉપર ગયેલ તો આરોપી ત્યાં બેઠો હતો અને આરોપીએ ભોગ બનનાર સાથે તેની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધી બળાત્કાર કરેલ હોય બાદમાં ભોગ બનનારે બીજે દિવસે આરોપીને ફોન કરી કહેલ કે તું હવે મારી સાથે વાત કરતો નહીં.

મારે તારી સાથે વાત કરવી નથી તેમ કહેતા આરોપી કહેલ કે હવે હું તારી સાથે આવું બીજું કાંઈ નહીં કરું પણ તું મારી સાથે ફોનમાં વાત કરજે જેથી મેં બીક ના કારણે હા પાડેલ હતી અને ફોનમાં વાતો કરતા હતા બાદ ૧૫ દિવસ પછી મને ફોનમાં કહેલ કે આજે રાત્રિના ત્રણેક વાગ્યે અગાસીમાં આવજે.જેથી હું આરોપી મારા મમ્મી પપ્પા ને વાતની જાણ કરશે તે બીક ના કારણે હું ફરી પાછી અગાસીમાં ત્રણેક વાગ્યે જતા આરોપી અગાસીમાં હતો અને મારી સાથે ફરીથી ધમકાવી તેણીની મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધેલ અને હું કોઈને કહ્યા વગર ઘરે આવી ગયેલ બાદ એક દિવસ રાત્રીના ફરીથી આરોપી અગાસી ઉપર આવેલ ત્યારે મારા પપ્પા જાગી ગયે જેથી આરોપી વંડી ટપી ભાગી ગયેલ અને હું બીક ના કારણે કોઈને કહ્યા વગર તારીખ ૨૮ ના બપોરના ચારેક વાગ્યે અમારા ઘરેથી નીકળી રેલ્વે ના પાટા પાસે ગયેલ અને રાત્રિના દોઢ વાગ્યે પોલીસ આવતા મારી પૂછપરછ કરી મને વિકાસ ગ્રહમાં મૂકી ગયેલ બાદ વિકાસ ગૃહમાં મારા મમ્મી પપ્પા આવતા મેં ઉપરોક્ત બનાવવાની હકીકત જણાવેલી હતી.​​​​​​​

બાદમાં આ કામના આરોપી સામે સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૭૬ (૨) એન તથા પોક્સો૪ અને ૬ મુજબની ફરિયાદ કરેલ જે કેસ સ્પેશિયલ કોર્ટમાં આર. પી. મોગેરાની કોર્ટમાં ચાલતા ફરિયાદી તરફે ૧૫ જેટલા સાક્ષીઓ તથા દસ્તાવેજી પુરાવા ઓ રજૂ કરે તેમ જ સરકાર તરફેની દલીલ ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠરાવી પોકસો કલમ ચાર મુજબ દસ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૧૦,૦૦૦ દંડ તેમજ કલમ ૬ મુજબ ૨૦ વર્ષની સખત કેદની સજા તથા પાંચ હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની તથા ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ચાર લાખ ચૂકવવા તેવો હુકમ સ્પેશિયલ કોર્ટના જજ સાહેબ આર પી મોગેરા સાહેબે કરેલ છે આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયેલા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande