પોરબંદર, 9 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર જિલ્લામાં સ્વાતંત્ર્ય દિવસની રાજ્યકક્ષાની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે પોરબંદર જિલ્લાના શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્પર્ધાઓનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. અને આ સ્પર્ધાઓમાં વિદ્યાર્થીઓ પણ ઉત્સાહ પુર્વક જોડાઈ રહ્યા છે.પોરબંદર જિલ્લાના બખરલા ખાતે આવેલી સરકારી ઉચ્ચ માધ્યમીક શાળા દ્વારા પણ વિદ્યાર્થીઓ રાજ્યકક્ષાની ઉજવણીનો ભાગ બને એ માટે સ્વાતંત્ર્ય દિવસની થીમ પર રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ સ્પર્ધામાં કુલ 10 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાથી શ્રેષ્ઠ રંગોળી બનાવનાર ત્રણ વિદ્યાર્થીઓને પહેલો, બીજો અને ત્રીજો એમ નંબર આપવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમા પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઈનામ તેમજ ઈ-સર્ટિફિકેટ આપીને સન્માનીત કરવામાં આવ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya