આંબાના રોપા ખરીદતા પહેલા સાવચેતી જરૂરી, નહીં તો થાશે ભારે નુકસાન
મહેસાણા, 9 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાતના અનેક વિસ્તારોમાં આંબાનું વાવેતર વધી રહ્યું છે, પરંતુ સસ્તા રોપાના લોભમાં ખેડૂતો ઘણીવાર રોગગ્રસ્ત રોપા ખરીદી લે છે, જેના કારણે ફાયદાની જગ્યાએ મોટું નુકસાન સહન કરવું પડે છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામ
આંબાના રોપા ખરીદતા પહેલા સાવચેતી જરૂરી, નહીં તો થાશે ભારે નુકસાન


આંબાના રોપા ખરીદતા પહેલા સાવચેતી જરૂરી, નહીં તો થાશે ભારે નુકસાન


આંબાના રોપા ખરીદતા પહેલા સાવચેતી જરૂરી, નહીં તો થાશે ભારે નુકસાન


મહેસાણા, 9 ઓગસ્ટ (હિ.સ.): ગુજરાતના અનેક વિસ્તારોમાં આંબાનું વાવેતર વધી રહ્યું છે, પરંતુ સસ્તા રોપાના લોભમાં ખેડૂતો ઘણીવાર રોગગ્રસ્ત રોપા ખરીદી લે છે, જેના કારણે ફાયદાની જગ્યાએ મોટું નુકસાન સહન કરવું પડે છે. મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પામોલ ગામના એ.જી. એગ્રીકલ્ચર નર્સરીના સંચાલક અંબાલાલભાઈ ચૌધરી જણાવે છે કે ઘણીવાર ખેડૂતો ગમે ત્યાંથી જોયા વગર રોપા લઈ લે છે, જેમાં માલફોર્મેશન (બાવા) જેવા ગંભીર રોગ હોય છે. આ રોગ સૌરાષ્ટ્ર, વલસાડ અને પોરબંદર જેવા વિસ્તારોમાં વધુ જોવા મળે છે અને ઉત્તર ગુજરાતમાં પણ ત્યાંથી લાવવામાં આવતા રોપા દ્વારા ફેલાય છે. શરૂઆતમાં આ રોગ દેખાતો નથી, પરંતુ બાદમાં ડાળીઓમાં ગુચ્છા બની સમગ્ર વાડીમાં ફેલાઈ શકે છે, તેથી વાવેતર પહેલા રોપાની સંપૂર્ણ તપાસ જરૂરી છે.

મહેસાણાના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખેરવાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડૉ. રમેશભાઈ પટેલ જણાવે છે કે, ખેડૂતો ઘણીવાર દેખાદેખીમાં કે વિસ્તાર વધારવા માટે સસ્તા રોપાની ખરીદી કરે છે, પણ નર્સરી ખાતરીબંધ હોવી જોઈએ. આંબાના રોપા ઉપર પર્ણ ગુચ્છ, નાની ગાંઠો કે બદામીથી કાળા થતા નાના ટપકા હોય તો તે રોપા ન લેવા. ખાસ કરીને ટોચની ડાળીઓ પર આવા લક્ષણો દેખાતા હોય તો એવો રોપો પસંદ ન કરવો.

આંબાના રોગગ્રસ્ત રોપા વાવવાથી ભવિષ્યમાં વાડી નિષ્ફળ જવાની શક્યતા રહે છે, જે ખેડૂતો માટે આર્થિક રીતે મોટું નુકસાન બની શકે છે. તેથી રોપાની ખરીદી કરતી વખતે ચુસ્ત તપાસ અને ખાતરીપૂર્વકની પસંદગી જ ખેડૂતોને લાંબા ગાળે નફો આપી શકે છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande