અમરેલી, 9 ઓગસ્ટ (હિ.સ.) દામનગર ખાતે આવેલ ઓમ સહજાનંદ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઈમ અવેરનેસ અને પ્રિવેન્શન અંગે વિશેષ માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અવસર પર કોલેજના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમના વિવિધ પ્રકારો, ઑનલાઇન ઠગાઈથી બચવાના ઉપાયો, સોશિયલ મીડિયા પર સાવચેતી, પાસવર્ડ સિક્યોરિટી તેમજ વ્યક્તિગત માહિતીના સંરક્ષણ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન સાયબર ક્રાઈમથી બચવા માટે જરૂરી કાનૂની જોગવાઈઓ અને પ્રિવેન્શન ટેકનિક્સ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાના પ્રશ્નો પુછીને જ્ઞાનવર્ધન કર્યું.
આવા કાર્યક્રમો દ્વારા યુવાનોમાં સાયબર સુરક્ષા અંગે જાગૃતિ વધે છે અને તેઓને ઑનલાઇન સલામત રહેવા પ્રેરણા મળે છે.
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai