જામનગરમાં 92.28% કામગીરી પૂર્ણ છતાં 66 હજાર રેશનકાર્ડ ધારકોના e-KYC હજુપણ બાકી
જામનગર, 9 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં e-KYCની કામગીરી 92.28 ટકા પૂર્ણ થઈ છે. એટલે કે 66098 લોકોનું e-KYC બાકી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પુરવઠા વિભાગમાં જ્યારે જામનગર શહેરમાં 2,14,941 રેશનકાર્ડ ધરકોના 8,55,934 સભ્યો છે. જેમાંથી 7,89,833 રેશનકાર્ડ સભ
E KYC


જામનગર, 9 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં e-KYCની કામગીરી 92.28 ટકા પૂર્ણ થઈ છે. એટલે કે 66098 લોકોનું e-KYC બાકી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પુરવઠા વિભાગમાં જ્યારે જામનગર શહેરમાં 2,14,941 રેશનકાર્ડ ધરકોના 8,55,934 સભ્યો છે. જેમાંથી 7,89,833 રેશનકાર્ડ સભ્યોના e-KYC થઈ ગયા છે અને હજુ 66098 સભ્યોના e-KYC બાકી છે.

જેમાં 16000 બાળકો તેમજ વૃદ્ધો અને અન્ય લોકોનો સમાવેશ થાય છે. હવે માત્ર 874 રેશનકાર્ડ ધારકોનું e-KYC બાકી છે. એટલે કે 7.72 ટકા e-KYCની કામગીરી બાકી છે. જામનગર જિલ્લામાં ઇ કેવાયસી બાકી છે તેના ઉપર એક નજર કરીએ તો કાલાવડમાં 4574, જામજોધપુરમાં 3800, જામનગર તાલુકામાં 12467, જામનગર શહેરમાં ઝોનલ 1 માં 20162, જામનગર ઝોનલ 2 14599, જોડિયામાં 1777, ધ્રોલમાં 2951, લાલપુરમાં 5768, લાલપુરમાં 5768 મળી કુલ 66098 e-KYC કામગીરી બાકી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande