પોરબંદર, 9 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર જિલ્લા કલેકટર એસડી ધાનાણીએ પોરબંદરના સ્થાપના દિવસ અને રક્ષાબંધનના પવિત્ર તહેવારની પોરબંદરના નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી. તા.9 ઓગસ્ટને પોરબંદરના સ્થાપના દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે તે માટે જિલ્લા કલેકટરએ પોરબંદરના સ્થાપના દિવસ નિમિત્તે સૌ પોરબંદર નાગરિકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
પોરબંદર ખાતે રાજ્યકક્ષા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું આયોજન રાજ્ય સરકાર કરવામાં આવી રહ્યું છે જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવે છે આ રાજ્યકક્ષા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં જિલ્લા વાસીઓ ઉત્સાહભેર સહભાગી થઈને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને યાદગાર બનાવવા પણ કલેક્ટરશ્રીએ અપીલ કરી હતી.
ઉલ્લેખનીય છે કે સુદામાપુરી તરીકે ઓળખાતા પોરબંદર 10મી સદીનું પ્રાચીન નગરનો તા.9 ઓગસ્ટના 1036મો સ્થાપના દિવસ છે. પોરબંદરે આજે શનિવારે પોતાની 1036 વર્ષની સફર પૂર્ણ કરી 1037માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya