મોડાસા, 9 ઓગસ્ટ (હિ.સ.)
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગરની શાળાઓમાં ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીની તાલીમ યોજાઇ હતી. હિંમતનગરની વિવિધ શાળાઓમાં ફાયર વિભાગ દ્વારા અચાનક આગ લાગે ત્યારે શું કરવું અને શું ના કરવું તે અંગે વિગતવાર સમજુતી આપી અગ્નિશામક સાધનોના ઉપયોગની તાલીમ આપવામાં આવી હતી. જિલ્લામાં શાળા સલામતી સપ્તાહ દરમિયાન તબક્કાવાર શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓને વિવિધ વિભાગો દ્વારા આપત્તિ સમયે શું કરવું જોઈએ તે અંગે તાલીમ આપવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ