ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ તાલાલા તાલુકાનાં આંકોલવાડી ગામની આંગણવાડી કેન્દ્ર ખાતે સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી હતી
જેમાં ફિમેલ હેલ્થ વર્કર તૃષાબેન વ્યાસ દ્વારા સગર્ભા મહિલા અને તેનાં પરિવારના સભ્યોને સ્તનપાનનું મહત્વ, સ્તનપાન કરાવવાની સાચી રીત, સ્તનપાનથી માતા, બાળક અને સમાજને થતાં ફાયદાઓ, શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસમાં સ્તનપાનથી મળતા ઉત્તમ પરિણામ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ સપ્તાહમાં લાભાર્થીઓને સેલ્ફ કેર પ્રોજેક્ટ દ્વારા આરોગ્યની જાગૃતિ માટે સ્તનપાન વિશે સમજુતી આપતી શોર્ટ ફીલ્મ બતાવવામાં આવી હતી. આ કાર્યક્રમના અંતે સેલ્ફ કેર પ્રોજેક્ટના બ્લોક ઓફીસર દેવ ચારીયા આભાર વ્યક્ત કરાયો હતો.
આ પ્રસંગે આરોગ્ય અધિકારી, આશા ફેસેલીટર, આશા કાર્યકર અને આંગણવાડી વર્કર ઉપસ્થિત રહ્યાં હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ