ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.)હિરણવેલ પ્રાથમિક શાળાના ધોરણ ચાર અને ધોરણ પાંચ ના બાળકોએ તાલુકા ની અલગ અલગ કચેરીઓની મુલાકાત લીધી હતી જેમાં પોલીસ સ્ટેશન પોસ્ટ ઓફિસ મામલતદાર કચેરી રેલવે સ્ટેશન એસબીઆઇ બેન્ક બસ સ્ટેન્ડ ની મુલાકાત લેવામાં આવે હતી. આ એક્સપ્લોઝર વિઝીટનું હેતુ બાળકો અલગ અલગ કચેરીના કાર્યો વિશે જાણકારી મેળવીએ તેમજ સરકારી કચેરીઓની સંકલ્પના સિદ્ધ થાય તે હતો આ મુલાકાત દરમિયાન દરેક કચેરીના સ્ટાફનો સહકાર પૂરેપૂરો મળ્યો હતો
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ