ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ તા. રાજ્ય સરકારના રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત શાળાકીય SGFI ૨૦૨૪-૨૫માં રાષ્ટ્રીય કક્ષાએ મેડલ વિજેતા ખેલાડીઓને શિષ્યવૃત્તિ રૂ.૨૫૦૦ અને રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લીધેલ ખેલાડીઓને વ્રુતિકા રૂ.૨૦૦૦ આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.
આ યોજનામાં લાભ લેવા માંગતા ખેલાડીઓ પાસે વર્ષ ૨૦૨૪-૨૫ માટે અરજી મંગાવવામાં આવી છે. જે માટે ખેલાડીઓને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની વેબસાઈટ લીંક https://sportsauthority.gujarat.gov.in પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. તેમ જિલ્લા રમત-ગમત અધિકારીની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ