ગીર સોમનાથ, 9 ઓગસ્ટ (હિ.સ.) ગીરસોમનાથમાં ખાતરના ભાવ વધારા સામે કિસાન સંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. ગીર સોમનાથ કિસાન સંઘ દ્વારા મુખ્યમંત્રીને લેખિતમાં અપીલ કરી છે કે તાત્કાલિક ખાતરના ભાવમાં કરાયેલા વધારો પાછો ખેંચવામાં આવે.તેવી માંગ કરવામાં આવી
ઇફકો કંપની દ્વારા તાજેતરમાં કરાયેલા ખાતરના ભાવવધારાથી ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.
એક બાજુ ગીર પંથકમાં વરસાદ ખેંચાતા ચોમાસાના પાક માટે મુશ્કેલી ઊભી થઈ છે. ત્યારે બીજી તરફ ખાતરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે, જેને લઈ ખેડૂતોમાં સરકાર વિરૂદ્ધ રોષ ફાટી નીકળ્યો છે.
કિસાન સંઘે આ મુદ્દે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરીને સ્પષ્ટ માંગ કરી છે કે, ઈફકો તથા અન્ય કંપનીઓ દ્વારા કરવામાં આવેલો ભાવ વધારો તરત પાછો ખેંચવામાં આવે અને ખેડૂતોને રાહત આપવામાં આવે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ