ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) ગીર સોમનાથ નારી વંદન ઉત્સવ-૨૦૨૫ અંતર્ગત જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના માર્ગદર્શન મુજબ સપ્તાહના છેલ્લા દિવસે મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણી જિલ્લાના વિવિધ તાલુકા ખાતે કરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના આઈ.સી.ડી.એસ. શાખા તેમજ મહિલા અને બાળ અધિકારીની કચેરીના સંકલન દ્વારા કાર્યરત પૂર્ણા યોજના અંતર્ગત કિશોરી મેળા, પૌષ્ટિક વાનગીઓનું નિદર્શન સાથે જ જિલ્લાના વિવિધ તાલુકાના આરોગ્ય કેન્દ્રો પર આરોગ્ય કેમ્પનું યોજાયા હતાં.
મહિલા અને બાળ આરોગ્ય દિવસની ઉજવણીમાં પૂર્ણા યોજનાની કિશોરીઓ સાથે મેન્સટુલ હાઈજીન વિશે સંવાદ, સહી પોષણ દેશ રોશન, સશક્ત મહિલા સાક્ષર બાળક, સશક્ત કિશોરી સુપોષિત ગુજરાત સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યાં હતાં. સાથે આરોગ્ય કેમ્પમાં મહિલાઓ, કિશોરીઓ, સગર્ભા ધાત્રી માતા, પોષણની સાથે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં બી.એમ.આઈ. હિમોગ્લોબિન તપાસ, એનિમિયા, આર્યન ફોલિક એસિડ ટેબલેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પૂર્ણા યોજનાની પૂર્ણા સખી/સહ સખી, આંગણવાડી બહેનો, ધાત્રી માતા, સગર્ભા બહેનો, આઇ.સી.ડી.એસ.ના પ્રોગ્રામ ઓફિસર, મુખ્ય સેવિકાઓ, સી.ડી.પી.ઓ તેમજ DLSAના સેક્રેટરી, લીગલ એડવોકેટ, જિલ્લાના પૂર્ણા કન્સલ્ટન્ટ તેમજ ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમન, સખી વન સ્ટોપ સેન્ટર, ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇનના કર્મચારીઓ અને પી.બી.એસ.સી.ના કર્મચારી ઉપસ્થિત રહ્યા હતાં.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ