ગીર સોમનાથ સિંગલ યુઝ પ્લાસ્ટિક(SUP) તથા ૧૨૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક કેરી બેગના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ
ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) જાહેર જીવનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકની કોથળી, પ્લાસ્ટિકની થેલીઓની અંદર વધેલો ખાદ્ય પદાર્થ ખાવાથી પશુઓ મૃત્યુને ભેટેલ હોવાના અને પશુઓના પેટમાંથી પ્લાસ્ટિકનો જથ્થો કાઢેલાના ઘણા કિસ્સાઓ બને છે. તેમજ પ્લાસ્ટીક બેગ સાથે ખાદ્ય
ગીર સોમનાથ સિંગલ યુઝ પ્લાસ્ટિક(SUP) તથા ૧૨૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટિક કેરી બેગના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ


ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) જાહેર જીવનમાં ઉપયોગમાં લેવાતા પ્લાસ્ટીકની કોથળી, પ્લાસ્ટિકની થેલીઓની અંદર વધેલો ખાદ્ય પદાર્થ ખાવાથી પશુઓ મૃત્યુને ભેટેલ હોવાના અને પશુઓના પેટમાંથી પ્લાસ્ટિકનો જથ્થો કાઢેલાના ઘણા કિસ્સાઓ બને છે. તેમજ પ્લાસ્ટીક બેગ સાથે ખાદ્ય પદાર્થોવાળી વસ્તુઓ ગટરોમાં નાખવાથી ગટરો પેક થઈ જાય છે અને ગંદુ પાણી જાહેરમાં વહેવાના કારણે ગંદકી ફેલાતી હોય છે.

પ્લાસ્ટીક વેસ્ટ મેનેજમેન્ટ(એમેડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ના નિયમ-૪ ની જોગવાઈ મુજબ ૧૨૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને વિતરણ પ્રતિબંધિત છે તેમજ પોલીસ્ટાયરીન અને એક્ષપાન્ડેબલ પોલીસ્ટાયરીન સહિતની પ્લાસ્ટીક સ્ટીક સાથે ઈયરબડસ, ફુગ્ગાઓ માટે પ્લાસ્ટિક દાંડી, પ્લાસ્ટીક ધ્વજ, કેન્ડી સ્ટીકસ, આઈસ્ક્રીમની દાંડી, પોલીસ્ટાઈરીન(થર્મોકોલ)ની સજાવટ સામગ્રી, પ્લેટો, કપ, ગ્લાસ, કોટા, ચમચી, ચાકુ, સ્ટ્રો જેવી કટલરી, મીઠાઈના ડબ્બા, નિમંત્રણ કાર્ડ તથા સીગારેટ પેકેટની આજુબાજુ પેક કરવા માટેની ફિલ્મો, ૧૦૦ માઈક્રોનથી ઓછી જાડાઈ વાળા પ્લાસ્ટીક અથવા પીવીસીના બેનર, અને સ્ટરર વગેરે પ્રતિબંધિત છે.

જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એન.વી.ઉપાધ્યાય દ્વારા પ્રતિબંધિત સીંગલ યુઝ પ્લાસ્ટિક (SUP) તથા ૧૨૦ માઈક્રોનથી ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના કારણે પર્યાવરણ અને માનવ સ્વાસ્થ્ય પર પ્રત્યક્ષ તથા પરોક્ષ રીતે ગંભીર આડઅસર થતી હોય જેથી તેના પર પ્રતિબંધ ફરમાવવા અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ કરાયું છે.

આ જાહેરનામા અનુસાર પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ(એમેડમેન્ટ) રૂલ્સ-૨૦૨૧ના નિયમ-૪ ની જોગવાઈ મુજબ સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં પ્રતિબંધિત સીંગલ યુઝ પ્લાસ્ટિક(SUP) તેમજ ૧૨૦ માઈક્રોન કરતા ઓછી જાડાઈ ધરાવતા પ્લાસ્ટીક કેરી બેગના ઉત્પાદન, આયાત, સંગ્રહ, વેચાણ, વિતરણ અને ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

આ જાહેરનામુ તા.૧૧/૦૮/૨૦૨૫ થી ૬૦ દિવસ સુધી અમલમાં રહેશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande