દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૨૧૪૫ તથા ભઠ્ઠીના સાધનોની કુલ કિ.રૂ.૬૦,૨૪૦/- પ્રોહી મુદામાલ સનખડા ગામની સીમમાંથી પકડી પાડતી, ઉના સર્વલન્સ સ્કોર્ડ
ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ મ્હે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર-સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગ દ્વારા પ્રોહી-જુગાર બદીઓ નેસ્ત-નાબુદ કરી નાખવા બાબતેની સુચના આપેલ જે સુચન
દેશી દારૂ બનાવવાનો આથો લીટર-૨૧૪૫ તથા ભઠ્ઠીના સાધનોની કુલ કિ.રૂ.૬૦,૨૪૦/- પ્રોહી મુદામાલ સનખડા ગામની સીમમાંથી પકડી પાડતી, ઉના સર્વલન્સ સ્કોર્ડ


ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ મ્હે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર-સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી સાહેબ ઉના વિભાગ દ્વારા પ્રોહી-જુગાર બદીઓ નેસ્ત-નાબુદ કરી નાખવા બાબતેની સુચના આપેલ જે સુચના આધારે, આજરોજ પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણા તથા ઉના પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો ઉના પો.સ્ટે.વિસ્તારના સનખડા ઓ.પી.વિસ્તારમાં પેટ્રોલિગમા હતા તે દરમ્યા એ.એસ.આઇ શાંતિલાલ વેલાભાઇ સોલંકી તથા પો.કોન્સ. ભાવસિંહ ગોવિંદભાઇ પરમાર ચોક્કસ બાતમીરાહે હકીકત મળેલ કે, સનખડા ગામના મહાવીરસિંહ ધીરૂભાઇ ઝાલા રહે.સનખડા ગામની છેલ નામની સીમમાં બાવળની કાંટમા દેશી પીવાનો દારૂ બનાવવાનો જંગી જથ્થો અલગ અલગ જગ્યામાં સંતાડી અને હેરવે ફેરવે છે.જેથી બાતમી હકીકત વાળી જગ્યાએ દેશી દારૂ બનાવવાનો આથો (વોશ) લીટર ૨૧૪૫/- તથા દારૂ બનાવવામાં ઉપયોગમાં લીધેલ સાધનોની કુલ કિ.રૂ.૬૦,૨૪૦/-નો પ્રોહી અંગે રેઇડ કરતા ઉના પોલીસ સ્ટેશનમા પ્રોહીબીશનની કલમો હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

>►આરોપી:-

(૧) મહાવીરસિંહ ધીરૂભાઇ ઝાલા ઉ.વ.૨૯ ધંધો-ખેતી રહે.સનખડા ઠે.પહાયતા સીમ તા.ઉના જી.ગીર સોમનાથ

> કબ્જે કરેલ મુદામાલ:-

(૧) દેશી પીવાનો દારૂ બનાવવાનો આથો લીટર-૨૧૪૫/-જેની કિ.રૂ.૫૩,૬૨૫/-

(૨) પ્લાસ્ટીકના કેન નંગ-૮૭/- જેની કિ.રૂ.૩૪૮૦/-તથા પતરા ડબ્બા નંગ-૨૭/-જેની કિ.રૂ.૧૩૫/-

(3) HP કંપનીની ગેસની બોટલ નંગ-૧૫૦૦/-

(૪) લોખંડનો ચુલો નંગ-૦૧ જેની કિ.રૂ.૮૦૦/-

(૫) એલ્યુમીનીયમ તગારૂ નંગ-૦૧ જેની કિ.રૂ.૨૦૦/-

(૬) પતરા બેરલ નંગ-૦૧ જેની કિ.રૂ.૫૦૦

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande