ગીર સોમનાથ હર ઘર તિરંગા' અંતર્ગત અધ્યાપન મંદિર પ્રભાસપાટણ ખાતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ
ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) ''હર ઘર તિરંગા'' અંતર્ગત જિલ્લામાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સુવાચન અને સુલેખન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. તેમજ શાળામાં ૧૫મી ઓગસ્ટ તેમજ સ્વતંત્રતા થીમ આધારિત કાર્યક્રમો થઈ રહ્યા
હર ઘર તિરંગા' અંતર્ગત


ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) 'હર ઘર તિરંગા' અંતર્ગત જિલ્લામાં ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, સુવાચન અને સુલેખન જેવી વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે. તેમજ શાળામાં ૧૫મી ઓગસ્ટ તેમજ સ્વતંત્રતા થીમ આધારિત કાર્યક્રમો થઈ રહ્યાં છે.

જે અંતર્ગત અધ્યાપન મંદિર પ્રભાસપાટણ ખાતે હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં.

અધ્યાપન મંદિર ખાતે વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ પરંપરાગત નૃત્યો રજૂ કર્યા હતાં. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક રંગોળી સ્પર્ધા, મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande