ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) જુનાગઢ રેન્જ મ્હે પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા ગીર-સોમનાથ તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ.ચૌધરી ઉના વિભાગ દ્વારા પ્રોહી-જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત-નાબુદ કરવા સખત સુચના કરેલ હતી.
જે અંગે ઉના પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણા સાહેબ નાઓની સુચના મુજબ સર્વેલન્સ સ્કોર્ડના પોલીસના માણસોની ટીમો બનાવી પ્રોહી-જુગારના પ્રવૃતિ કરતા ઇસમોને ઝડપી પાડવા જરૂરી સુચના માર્ગદર્શન આપેલ હોય જે સુચના મુજબ આજરોજ સર્વલન્સ સ્કોડના એ.એસ.આઇ. જોરૂભા નારણભા મકવાણા તથા પો.હેડ.કોન્સ.શાંતિલાલ વેલાભાઇ સોલંકી તથા નાનજીભાઇ સાર્દુળભાઇ ચારણીયા તથા રવિસિંહ પ્રદીપસિંહ ગોહીલ તથા અનિલભાઇ ભુપતભાઇ જાદવ તથા સુનીલભાઇ કેશવભાઇ બાંભણીયા તથા ભાવસિંહ ગોવિંદભાઇ પરમાર એ રીતેના પો.સ્ટાફના માણસો ઉના પો.સ્ટે.વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પો.હેડ.કોન્સ.નાનજીભાઇ સાર્દુલભાઇ ચારણીયા તથા પો.કોન્સ.સુનીલભાઇ કેશવભાઇ બાંભણીયા નાઓની બાતમીરાહે હકીકતે મળેલ કે, તડ ગામ તરફથી થી કેસરીયા થી ઉના તરફ સુપર સ્પેન્ડર GJ-32-J-3909 વાળીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ચોરખાનામા ભરી તડ ગામ થઇ કેસરીયા તરફ આવનાર છે. તેવી હકીકત આધારે બ્રીજ પાસે કેસરીયા ગામથી આગળ ઉના તરફ રોડ ઉપર વોચમાં હતા તે દરમ્યાન તડ તરફથી ઉપરોક્ત હકિકત વાળી મો.સા.આવતા જેને રોકાવી ચેક કરતા મો.સા.મા જોતા શીટ નીચે ચોરખાનુ બનાવેલ જેમા વિદેશી દારૂની બોટલો મળી આવતા દારૂના જથ્થાની હેરા-ફેરીના ઉપયોગમાં લીધેલ વાહન તથા પ્રોહી મુદામાલ સાથે મળી આવેલ આરોપી હેમચંદભાઇ જેન્તીલાલ ઇ જેન્તીલાલ મકવાણા ઉવ.૩૭ ધંધો-મજુરી રહે. દેલવાડા ઠે.બગીચા પાછળ તા-ઉના જી.ગીર સોમનાથ વાળો પોતાના હવાલાવાળી હીરો કંપનીની સુપર સ્પેન્ડર જેના રજી. નં- GJ-32-J-3909 વાળીમાં કિ.રૂ.૫૦,૦૦૦/-વાળીમાં ગે.કા રીતે પાસ-પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો નંગ-૨૩ જેની કુલ કિ.રૂ. ૨૩૦૦/- મળી કુલ કિ.રૂ.૫૨.૩૦૦/-નો પ્રોહી.મુદામાલ સાથે મળી આવી પકડાઇ જઈ ગુન્હો કરેલ હોય તે અંગે ઉના પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન ધારા મુજબનો ગુન્હો રજી.કરાવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ