વેરાવળની પોદાર શાળામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી
ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ પોદાર આંતરરાષ્ટ્રીય શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી 5 થી 8 ઓગસ્ટ દરમિયાન સિંહ સૌપ્રથમ સપ્તાહ અંતર્ગત તમામ શૈક્ષણિક એડમીન હાઉસ કીપિંગ તથા ડ્રાઇવિંગ સ્ટાપે ઊંચા ભેર ભાગ લીધો હતો. વિશેષ પ્રાર્
વેરાવળની પોદાર શાળામાં સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી


ગીર સોમનાથ 9 ઓગસ્ટ (હિ.સ.) વેરાવળ પોદાર આંતરરાષ્ટ્રીય શાળા ખાતે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ઉમંગભેર કરવામાં આવી હતી 5 થી 8 ઓગસ્ટ દરમિયાન સિંહ સૌપ્રથમ સપ્તાહ અંતર્ગત તમામ શૈક્ષણિક એડમીન હાઉસ કીપિંગ તથા ડ્રાઇવિંગ સ્ટાપે ઊંચા ભેર ભાગ લીધો હતો.

વિશેષ પ્રાર્થના સભામાં સિંહ સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી અને સિંહ બચાવો કુદરત બચાવો નો સંદેશ આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક પહેરી પ્રતિજ્ઞા લીધી અને પર્યાવરણ સાથે સિંહના સંરક્ષણ માટે કટિબંધ રહેવાનું સંકલ્પ કર્યો હતો આ ઉજવણીનો હેતુ એશિયાટીક અંગે જાગૃત ફેલાવવાની અને પર્યાવરણ વચ્ચેની જવાબદારી નિભાવવી તેઓ હેતુ સમગ્ર કાર્યક્રમની સફળ બનાવવા માટે શાળાના આચાર્ય જયેન્દ્ર બારડ અને તેમની તેમની ટીમ દ્વારા મહેનત ઉઠાવી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande