જામનગર, 9 ઓગસ્ટ (હિ.સ.): જામનગર યોગાસન સ્પોર્ટસ એસોસિયેશન દ્વારા યોગાસન ભારત પ્રેસિડેન્ટ ઉદિત શેઠ અને એશિયન યોગાસન અને ગુજરાત યોગાસનના જનરલ સેક્રેટરી ઉમંગ ડોનના માર્ગદર્શન નીચે જામનગર જિલ્લાની સ્પર્ધાનું આયોજન કરેલ જેમાં મોટી સંખ્યામાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી વિજેતા થયેલ યોગાસન પ્લેયર જામનગર જિલ્લાનું પ્રતિનિધત્વ કરી અને ગુજરાત યોગાસન સ્પોર્ટસ ચેમ્પિયનશિપ ૨૦૨૫ તારીખ ૨૨/૦૮/૨૦૨૫ થી શરૂ થતી રાજ્ય સ્તરીય સ્પર્ધામાં ભાગ લેશે.
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જામનગર યોગાસન પ્રેસિડેન્ટ ડૉ.અર્પન ભટ્ટ, સમાજ અગ્રણી કેશૂરભાઈ વારોતરિયા, શિવસેના પ્રમુખ દિલીપભાઈ આહીર, જામનગર યોગાસન સેક્રેટરી ડૉ. ભારતી સોલંકી, ઓશવાળ સ્કૂલ પ્રિન્સિપાલ આકાશ સર, GSYB જામનગર જિલ્લા કોઓર્ડિનેટર હર્ષિદાબેન ભદ્રા, જેવા મહાનુભાવ દ્વારા વિજેતા ખેલાડીને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરી તમામ પ્લેયરનું પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. એશિયન મેડાલિસ્ટ લખનભાઇ વરોતરિયા પણ ઉપસ્થિત રહી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ ચેમ્પિયનશિપમાં જજ તરીકે કોમ્પિટિશન મેનેજર વંદના ચાવડા, જામનગર જીલ્લા સોશિયલ મીડિયા કોઓર્ડિનેટર કરણ પ્રજાપતિ, જાગૃતિબેન વસરા, માધવીબેન ખાણધર , દીપાલીબેન ગોકાણી, પ્રેમિલાબેન ચૌહાણ જેવા અનુભવી નિર્ણાયક દ્વારા નિષ્પક્ષતા પૂર્વક વિજેતા જાહેર કર્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT