જૂનાગઢ ક્રીડા ભારતી દ્રારા મેંદરડા તાલુકા કક્ષાનો રમતવીર સન્માન અને સંવાદ કાર્યક્રમ યોજાયો
જૂનાગઢ 9 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ ક્રીડા ભારતી દ્રારા મેંદરડા તાલુકાકક્ષાનો રમતવીર સન્માન અને સંવાદ કાર્યક્રમ સરસ્વતી વિદ્યા મંદિર, મેંદરડા ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં મેંદરડા તાલુકાના શિક્ષકશ્રીઓ કે જેઓએ
જૂનાગઢ ક્રીડા ભારતી  દ્રારા


જૂનાગઢ 9 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ ક્રીડા ભારતી દ્રારા મેંદરડા તાલુકાકક્ષાનો રમતવીર સન્માન અને સંવાદ કાર્યક્રમ સરસ્વતી વિદ્યા મંદિર, મેંદરડા ખાતે સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતીના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

જેમાં મેંદરડા તાલુકાના શિક્ષકશ્રીઓ કે જેઓએ ખેલાડીઓ માટે વિશિષ્ટ યોગદાન આપેલું છે. તેમજ રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ અનેરી સિદ્ધિઓ પ્રાપ્ત કરેલા ખેલાડીઓને ક્રીડા ભારતી દ્વારા સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આ તકે જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હરેશભાઈ ઠુંમર,ડો. એમ. પી. તાળા ઉપાધ્યક્ષશ્રી, સૌરાષ્ટ્ર પ્રાંત ક્રીડા ભારતી, ડો. મનીષ કુમાર જીલડીયા, અધ્યક્ષશ્રી ક્રીડા ભારતી, જૂનાગઢ, ટ્રસ્ટી, સરસ્વતી વિદ્યા મદિર, મેંદરડાએ રમતવીરો સાથે ચર્ચા કરી રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ ઉત્તમ પ્રદર્શન કરવા અંગે પ્રોત્સાહિત કર્યા હતા.

મેંદરડા તાલુકાના શિક્ષક મિતુલભાઈ જીલડીયા સરકારી સીમ શાળા, ગીરીશભાઈ પાંચાણી –સરસ્વતી વિદ્યા મંદિર, ધનંજયભાઈ સાવલિયા રાજેસર પ્રાથમિક શાળાને તેમની વિશિષ્ટ કામગીરીની વિશેષ નોંધ લેતા ક્રીડા ભારતી દ્વારા મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ સેવા સન્માનપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ રાજ્ય અને રાષ્ટ્રકક્ષાએ ઉત્તમ સિદ્ધિ મેળવનાર ખેલાડીઓને પણ આ તકે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા એમ અધ્યક્ષ, ક્રીડા ભારતી જૂનાગઢની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande