જૂનાગઢ 9 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા જાહેર સુલેહ શાંતિ જળવાઈ રહે તે હેતુસર વગર પરવાનગી એ કઈ સભાસરઘસ કાઢી શકાશે નહીં તે માટે જાહેરનામુ પ્રસિદ્ધ થવા જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા દરખાસ્ત રજૂ થતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી કે.બી.પટેલ તેમને મળેલ સત્તાની રૂઇએ કાયદો અને વ્યવસ્થા તથા જાહેર સુલેહ શાંતિની જાળવણી સારું મંજુરી વગર જૂનાગઢ જિલ્લાનાં સમગ્ર વિસ્તારમાં સભાસરઘસ યોજી શકાશે નહીં તેવુ મનાય હુકમ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરેલ છે.
જેમાં જૂનાગઢ જિલ્લામાં ૧૦/૦૮/૨૦૨૫ થી ૨૩/૦૮/૨૦૨૫ સુધી પરવાનગી વગર કોઈપણ સભા સરઘસ યોજી શકશે નહીં. આ જાહેરનામુ ફરજ પર હોય તેવી ગૃહ રક્ષક મંડળીઓ, સરકારી નોકરીએ જતા કે અવર-જવર કરતા વ્યક્તિઓ, કોઈ લગ્નના વરઘોડો, સ્મશાન યાત્રા કે તેમાં જોડાનાર વ્યક્તિઓને, કે સક્ષમ અધિકારીએ કાયદેસર પરવાનગી આપી હોય તેવા વ્યક્તિઓને આ પ્રતિબંધાત્મક આદેશ લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ખંડનો કોઈપણ ભંગ કરનાર અથવા પાલન ન કરવામાં મદદ કરનાર વ્યક્તિને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ ૧૯૫૧ ની કલમ ૧૩૫(૩) મુજબ દંડને પાત્ર થશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ