જુનાગઢ 9 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ નારી વંદન ઉત્સવ અંતર્ગત ભેંસાણ તાલુકાના પરબવાવડી ખાતે મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. મહિલા કલ્યાણ દિવસ નિમિતે જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા સરકારની મહિલાલક્ષી યોજનાઓથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમ દરમિયાન મહિલાઓને સરકાર ની વિવિધ કલ્યાણકારી મહિલાલક્ષી યોજનાકીય તેમજ વિવિધ ટ્રેનિંગ કોર્સ થી માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ફીલ્ડ ઓફિસર શ્રી પલ્લવીબેન પાઘડાર,DHEW મિશન કોર્ડીનેટર કૃપાબેન ખુંટ,OSC કેન્દ્ર સંચાલક અંકિતાબેન ભાખર, આરસેટી માંથી દર્શનભાઈ, ભેસાણા આઈ.ટી.આઈ માંથી શિલ્પાબેન, પારુલ બેન, DHEW જેન્ડર સ્પેશિયાલિસ્ટ મીનાક્ષીબેન ડેર, મિશન મંગલમ ક્લસ્ટર કો-ઓર્ડીનેટર અંજલીબેન ઉપસ્થિત રહયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ