સુરત, 9 ઓગસ્ટ (હિ.સ.): ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે માંડવી રિવરફ્રન્ટ ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કુંવરબાઈનું મામેરું” યોજનો ચેક કિન્નરીબેનને અર્પણ કરવામાં આવ્યો હતો.
સુરત જિલ્લાના માંડવી તાલુકાના ફુલવાડી ગામની આદિવાસી દિકરી કિન્નરીબેન નવીનભાઈ ચૌધરીના જીવનમાં રાજ્ય સરકારની “કુંવરબાઈનું મામેરું” યોજના આશા અને આશીર્વાદ બનીને આવી. તેમણે કહ્યું કે, આ 12,000ની આર્થિક સહાય અમારા પરિવાર માટે સહારારૂપ બનશે.
લાભાર્થી કિન્નરીબેન ચૌધરીએ ભાવનાત્મક સ્વરે જણાવ્યું કે:“હું અને મારું આખું પરિવાર રાજય સરકારનો દિલથી આભાર માનીએ છીએ. કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત મળેલી સહાયથી અમારા લગ્નના ખર્ચમાં મદદરૂપ બનશે. આર્થિક રીતે નબળા પરિવારો માટે આ યોજના ખરેખર આશીર્વાદરૂપ છે.”
ઉલ્લેખનીય છે કે “કુંવરબાઈનું મામેરું” યોજના ખાસ કરીને આદિવાસી અને પછાત વર્ગોની પુત્રીઓના લગ્ન સમયે મળતી આર્થિક સહાય દ્વારા માત્ર ધન સહારો નહીં આપે, પણ દીકરીઓના માન–ગૌરવ અને આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે