જનજાતિય ગૌરવ વર્ષ - માત્ર ઉત્સવ જ નહીં, તે સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, કલા અને અસ્મિતાને માણવાનો અવસર પણ છે: ધારાસભ્ય ગણપતભાઇ વસાવા
સુરત, 9 ઓગસ્ટ (હિ.સ.)-ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ વર્ષની ઉમરપાડા ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી આવી હતી.ધારાસભ્યશ્રી ગણપતભાઇ વસાવા એ આદિવાસીઓની કુળદેવી યાહા મોગી માતાની આરતી પૂજા કરી કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો.
Surat

આ અવસરે ગણપત વસાવા એ જણાવ્યું હતું કે, જનજાતિય ગૌરવ વર્ષ - માત્ર ઉત્સવ જ નહીં, તે સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિ, કલા અને અસ્મિતાને માણવાનો અવસર પણ છે. દેશની આઝાદી અને આદિવાસી સંસ્કૃતિના જતન માટે તેમનું બહુમૂલ્ય યોગદાન રહ્યું છે.

કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય સહિત મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને સહાયના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સંસ્કૃતિને લગતા વિવિધ નૃત્યો રજૂ કરાયા હતા તેમજ જય જોહાર ના નારા સાથે વિશાળ રેલી પણ નીકળી હતી.

આ અવસરે તાલુકા પંચાયતના પ્રમુખ રમેશભાઈ વસાવા, જિલ્લા પંચાયત સદસ્ય રાજુભાઈ વસાવા, દરિયાબેન વસાવા, તાલુકા ભાજપ પ્રમુખ અમિષભાઈ વસાવા, પ્રાંત અધિકારી, મામલતદાર, તાલુકો વિકાસ અધિકારી, જિલ્લા-તાલુકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે

 rajesh pande