મોડાસા, 9 ઓગસ્ટ (હિ.સ.)
ઓપરેશન સિંદુરની ભવ્ય સફળતાને બિરદાવી તિરંગા યાત્રાની સાથે ૧૪મી ઓગસ્ટ રોજ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે.
અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત અને સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ભાગરૂપે તેમજ સિંદુરની ભવ્ય સફળતાને બિરદાવી તિરંગા યાત્રાની સાથે ૧૪ મી ઓગસ્ટ રોજ મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
મોડાસા શહેરના મહાલક્ષ્મી ટાઉનહોલ અને જિલ્લા પંચાયત ખાતે મેગા રક્તદાન કેમ્પ યોજાશે. મોટી સંખ્યામાં જાહેર જનતાને સ્વૈચ્છિક રકતદાન કરવા જિલ્લા વહિવટી તંત્રની અપીલ છે. ચાલો સૌ સાથે મળી દેશ માટે રક્તદાન કરીએ અને આપણી આસપાસના લોકોને પણ રક્તદાન માટે પ્રેરણા આપીએ.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ