મોડાસા, 9 ઓગસ્ટ (હિ.સ.)
અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રહીયોલ ખાતે આવેલ ગોપાલ સ્નેકસ પ્રાઈવેટ લિમિટેડ ખાતે આગની ઘટનાની મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લીડીગ ફાયરમેન પારધી દિલીપભાઈ, પટેલ પાર્થ, અને નિકુંજભાઈ પટેલ તરફથી ખુબજ સુંદર બચાવની કામગીરી કરવામાં આવી હતી.
આ મોકડ્રિલ બાદ ત્યાંના સ્ટાફને આગ લાગે ત્યારે કેવી રીતે બચી શકાય, ફાયર સેફટીના સાધનો કેવી રીતે વાપરી શકાય તે બાબતે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં બી.એ.મહીડા, ડી.પી.ઓ ડિઝાસ્ટર અરવલ્લી,મોડાસા સ્ટેશન ફાયર ઓફીસર હેમરાજસિંહ વાઘેલા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિક્કા સી.એચ.ઓ અને તેમનો સ્ટાફ હાજરી આપી હતી.
ડી.પી.ઓ દ્વારા ડિઝાસ્ટર એટલે શું અને આપત્તિ આવે એટલે કેવી રીતે બચવું અને લાઈન ડિપાર્ટમેન્ટને જાણ કરવી તેના વિશે સમજાવામાં આવ્યું હતું તથા 1077 હેલ્પલાઇન વિશે માહિતી આપવામાં આવી હતી. આ મોકડ્રિલમાં કંપનીના તમામ કર્મચારીઓ જોડાયા હતા. સફળતાપૂર્વક બચાવીને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ