અમદાવાદ, 9 ઓગસ્ટ (હિ.સ.): અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના કમિજડા ગામમાં ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ કંપની લિમિટેડ અને ધરતી ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી ખેડૂતો માટે પ્રાકૃતિક ખેતીની તાલીમ યોજવામાં આવી હતી.
આ તાલીમમાં પ્રાકૃતિક ઉત્થાન ફાર્મર પ્રોડ્યુસર કંપની લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરશ્રી કાશીરામભાઈ વાઘેલાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના મુખ્ય સિદ્ધાંતો જેવા કે, બીજામૃત, ઘનજીવામૃત, જીવામૃત, આચ્છાદન, વાપસા વગેરે ઉપર વિસ્તૃત માહિતી આપી હતી.
ઉપરાંત, કાશીરામભાઈએ પ્રાકૃતિક ખેતીમાં ગાયનું મહત્વ સમજાવ્યું હતું અને ખેડૂતોના ખેતી વિષયક પ્રશ્નોના સંતોષપૂર્ણ જવાબો પણ આપ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ