પાટણ, 9 ઓગસ્ટ (હિ.સ.)ઉપરવાસમાં ભારે વરસાદ અને નર્મદા ડેમમાંથી સુજલામ-સુફલામ કેનાલ મારફતે પાણી છોડાતા પાટણના સરસ્વતી ડેમમાં પાણીની આવક વધી છે. પરિણામે આજે સવારે 10:30 કલાકે ડેમનો એક દરવાજો 3 ઈંચ ખોલી 100 ક્યુસેક પાણી સરસ્વતી નદીમાં છોડાયું.
પાણી છોડાતા નદીના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. સ્થાનિક તંત્રએ નદીના પટમાં લોકો અને પશુપાલકોને અવરજવર ન કરવા વિનંતી કરી છે.
જો નદીના પટમાં પાણીનું સ્તર વધશે તો આસપાસના વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવાશે. હાલ તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને જરૂર પડે તો વધુ પગલાં પણ લેવાશે.
હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર