મોડાસા, 9 ઓગસ્ટ (હિ.સ.)
અરવલ્લી જિલ્લામાં ઠેરઠેર હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા, સ્વચ્છતા સાથે સ્વતંત્રતાની ઉજવણીની થીમ ઉપર સ્વતંત્રતા પર્વ શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગ રૂપે મોડાસા શહેરની દીવાલો પર સુંદર વૉલ પેઇન્ટિંગ કરવામાં આવી છે. આ વોલ પેઇન્ટિંગ થકી લોકોમાં દેશ પ્રેમ જગાવવાની આ એક ઉત્તમ પહેલ છે.
ઉલ્લેખનીય છે કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાની શાળાઓમાં રંગોળી સ્પર્ધા, રાખડી સ્પર્ધા, ક્વિઝ સ્પર્ધા જેવા વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યાં છે. અને શાળાના બાળકો આ કાર્યક્રમોમાં ઉત્સાહ પૂર્વક જોડાઈ રહ્યા છે.
આગામી દિવસોમાં જિલ્લા વહીવટી તંત્ર તરફથી સ્વચ્છતા અભિયાન, રક્તદાન કાર્યક્રમ , તિરંગા યાત્રા અને સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવશે જેમાં મોટી સંખ્યામાં લોકોને જોડાવા જિલ્લા વહીવટી તંત્ર તરફથી અપીલ કરવામાં આવી છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ