પોરબંદર,9 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.એમ.રાઠોડ તથા પોલીસ સ્ટાફ સાથે કડીયા પ્લોટ પે સેન્ટર શાળા ખાતે અવેરનેસ કાર્યક્રમ યોજવામાં આવ્યો. જેમાં મહિલા પોલીસ સ્ટેશન દ્વારા મહિલાઓ અને બાળકો સંબંધીત મુખ્ય કાયદાઓ વિશે વિધાર્થીનીઓને સ્પે. પોક્સો એક્ટ-2012 ના કાયદા તથા જુવેનાઈલ જસ્ટીસ એક્ટ ના કાયદાની ખાસ કરીને વિગતવારની જાણકારી આપવામાં આવી તેમજ ગુડટચ બેડટચ અંગે વિધાર્થીનીઓને સમજ આપવામાં આવી અને કોઈ અજાણ્યા વ્યક્તિ પાસેથી કોઈ ચિજવસ્તુ આપેતો લેવી કે ખાવી નહિ અને સ્કુલે આવતા જતા ભીડભાડ વાળી રસ્તો પસંદ કરવો અને કોઈ કેશનગતી થાયતો માતા પિતા શિક્ષક અને પોલીસને આ બાબતે ડર વગર જાણ કરવી. આ ઉપરાંત બાળકીઓએ પોતાના મોબાઈલ ફોનમાં કોઈ અજાણી લીંક ઉપર ઉક્લક કરવું નહિ અને કોઈ માહિતી કોઈ પણને આપવી નહિ તેમજ સાઈબર ફોડ થતુ અટકાવવા સાવધાની રાખવા માટે જાણકારી આપી અને જો કોઈ સોશ્યલ મીડીયામાં હેરાન પરેશાન કરે તો સાયબર હેલ્પ લાઇન નં. 1930 પર સંપર્ક કરવા અને કોઈ પણ મહિલા, વૃધ્ધા કે બાળકીઓને કોઈ હેરાન પરેશાન કરે ત્યારે તુરતજ 181 અને 112 હેલ્પલાઈન નંબર પર જાણ કરવા અને જરૂર જણાયતો મહિલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા સમજ કરી અવેરનેશ કાર્યક્રમ યોજવામાં આવેલ. તેમજ રક્ષાબંધન નિમિતે નોંધાયેલા સિનિયર સિટીઝનની મુલાકાત લઈને સિનિયર સિટીઝનના ઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી અને સિનિયર સિટીઝનનાઓને કોઈ મેડીકલ સુવિધા કે કોઈ જરૂરીયાત વાળી ચિજવસ્તુ અંગેની જરૂરીયાત છે કે કેમ તે અંગે મુલાકાત કરી તેઓને પુછવામાં આવ્યું કોઈ મુશ્કેલી ન હોય અને જો કોઈ મુશ્કેલી હોય તો પોલીસને જાણ કરવા ઈમરજન્સી નંબર- ૧૧૨ દ્વારા પોલીસ મદદ મેળવવા સમજ કરી રક્ષાબંધનના પવિત્ર તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. આ કામગીરીમાં મહિલા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જોડાયો હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya