મોડાસા, 9 ઓગસ્ટ (હિ.સ.)
નવી દીલ્હી ખાતે આઞામી 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવશે. દેશ-વિદેશના નામી-અનામી રાષ્ટ્રીય નેતાઓ સહીત દેશના કલાકારો અને વિશિષ્ટ સેવારત અઞ્રણીઓની ઉપસ્થિતમાં ધ્વજવંદન ક્રાયક્રમમાં યોજાશે. આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લના માલપુર નઞરના વનપંડીત એવોર્ડ વિનર દિનેશચંન્દ્ર કમલાશંકર ઉપાધ્યાયને અતિથી તરીકે ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ મળ્યુ છે. જે માલપુર નગરનું નહી પણ સમગ્ર ઞુજરાત ના ઞૌરવ સમાન બન્યું છે.
આ અંઞેની વિઞતો અનુસાર દર વર્ષે દીલ્હીના લાલ કિલ્લા પર આયોજિત રાષ્ટ્રીય પર્વમાં દેશમાંથી ચયનિત ઞણનાપાત્ર પ્રતિભાઓને ભારત સરકાર વિશિષ્ટ મહેમાન તરીકે આમંત્રિત કરે છે. આ વર્ષે નેશનલ મેડીસીન પ્લાટ બોર્ડ અને ભારત સરકાર ના આયુષ મંત્રાલયના સંયુક્ત આયોજનમાં દેશના પ્રતિભાશાળી પ્રકૃતિપ્રેમીઓને આ મહાપર્વમાં અતિથી તરીકે ઉપસ્થિત રહેવા ખાસ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તત્કાલીન ચાર-ચાર મુખ્યમંત્રીશ્રીઓ દ્વારા સન્માનીત થયેલા અરવલ્લી જિલ્લાના માલપુર ઞામના વનપંડીત દિનેશચંન્દ્ર કમલાશંકર ઉપાધ્યાયને આમંત્રિત કરાયા છે.
દિનેશ ઉપાધ્યાય દ્વારા પાંખા થતા જંગલોનો વિકાસની સાથોસાથ જંઞલોની અમુલ્ય ઞૌણ પેદાશોને મુલ્ય મળે, વનૌષધિઓ થી જન-જન માહિતગાર બને એનો ભરપૂર ઉપયોગ કરે, લોકો પ્રકૃતિ તરફ પાછા વળે એ માટે કરેલી નોંધપાત્ર વિશિષ્ટ કામઞીરી બદલ તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વર્ષ -2013, તદ્દ ઉપરાંત તત્કાલીન મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા -વર્ષ 1997 ,આનંદીબહેન પટેલ -વર્ષ 2016,વિજયભાઈ રુપાણી-વર્ષ 2019 ના રોજ સન્માનીત કરાયેલ છે.એમના અભિનય પ્રયોઞ ઘેર ઘેર તુલસી અને એક પેડ માં કે નામ અંતર્ગત અતિશ્રેષ્ઠ કામઞીરી ને લઈ તાજેતરમાં મહારાષ્ટ્ર રાજ્ય ના પુણે ખાતે નેશનલ એવોર્ડથી પણ સન્માનીત કરાયેલ છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ