વીરદાદા જસરાજ સેના દ્વારા, પ્રોફેસર કલ્પેશ રાડિયાનું સન્માન કરાયું
અમરેલી, 9 ઓગસ્ટ (હિ.સ.) છેલ્લા ૨૦ વર્ષ થી સાવરકુંડલા માં સેવાકીય પ્રવૃતિ માં મોખરે એવી શ્રી વીરદાદા જસરાજ સેના સાવરકુંડલા માં એમ્બ્યુલન્સ, મેડિકલ સાધનો, બ્લડ કેમ્પ,દર ગુરુવારે જલારામ મંદિર એ કઢી ખીચડી નો પ્રસાદ જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.
વીરદાદા જસરાજ સેના દ્વારા પ્રોફેસર કલ્પેશ રાડિયા નું સન્માન કરવા માં આવ્યું...

અમરેલી, 9 ઓગસ્ટ (હિ.સ.) છેલ્લા ૨૦ વર્ષ થી સાવરકુંડલા માં સેવાકીય પ્રવૃતિ માં મોખરે એવી શ્રી વીરદાદા જસરાજ સેના સાવરકુંડલા માં એમ્બ્યુલન્સ, મેડિકલ સાધનો, બ્લડ કેમ્પ,દર ગુરુવારે જલારામ મંદિર એ કઢી ખીચડી નો પ્રસાદ જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે.

આજ રોજ સાવરકુંડલા ની શ્રી કાણણીયા કોલેજ માં રાજકોટ થી શિફ્ટ થયેલ એકાઉન્ટ વિભાગ ના પ્રોફેસર કલ્પેશ રાડિયા ની મુલાકાત કરી તેનું જસરાજ સેના દ્વારા સન્માન કરી શિક્ષણ ને તેમજ સામાજિક ચર્ચા કરી.આ તકે કોલેજ ના આચાર્ય ડો. એસ. સી.રવૈયા સાહેબ તેમજ બીજા પ્રોફેસર સાહેબ સાથે મળી ઘણી બધી જૂની વાતો ના સંભારણા યાદ કર્યા.

આ તકે શ્રી વીરદાદા જસરાજ સેના સાથે પ્રમુખ હિતેષ સરૈયા, જસાભાઈ સરૈયા, પીન્ટુ ભાઈ વડેરા, દિનેશ કારિયા (LIC), આનંદ ભાઈ વણઝારા, હાર્દિકભાઈ ખીમાણી, મયુર પોપટ, સાગર કોટક, હાર્દિક રવાણી, પિયુષ મશરૂ વગેરે એ મુલાકાત કરી પ્રોફેસર કલ્પેશ રાડિયા તેમજ રવૈયા સાહેબ નું સન્માન કર્યું.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai

 rajesh pande