પાટણમાં ભાઈ-બહેનના સ્નેહનો તહેવાર રક્ષાબંધન ઉજવાયો
પાટણ, 9 ઓગસ્ટ (હિ.સ.): શ્રાવણ સુદ પૂનમના પવિત્ર દિવસે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રક્ષાબંધન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. શુભ મુહૂર્તમાં બહેનોએ ભાઈની કલાઈ પર રાખડી બાંધી, મોં મીઠું કરાવ્યું અને તેના લાંબા આયુષ્યની કામના કરી. ભાઈઓએ પણ બહેનની રક્ષા ક
પાટણમાં ભાઈ-બહેનના સ્નેહનો તહેવાર રક્ષાબંધન ઉજવાયો


પાટણ, 9 ઓગસ્ટ (હિ.સ.): શ્રાવણ સુદ પૂનમના પવિત્ર દિવસે પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં રક્ષાબંધન પર્વ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો. શુભ મુહૂર્તમાં બહેનોએ ભાઈની કલાઈ પર રાખડી બાંધી, મોં મીઠું કરાવ્યું અને તેના લાંબા આયુષ્યની કામના કરી. ભાઈઓએ પણ બહેનની રક્ષા કરવાનો સંકલ્પ લીધો.

આ પવિત્ર તહેવારે દરેક પરિવારમાં પ્રેમ અને સ્નેહના બંધનો વધુ મજબૂત બન્યા. બહેનોએ આરતી ઉતારી ભાઈને સદાય ખુશ રહેવા શુભકામનાઓ આપી. ભાઈ-બહેન વચ્ચેનો આ સ્નેહમય સંબંધ રેશમના તાંતણાથી વધુ પાવન બન્યો.

ભારતીય સંસ્કૃતિમાં ધાર્મિક તહેવારોનો વિશેષ મહિમા છે, જેમાં રક્ષાબંધન ભાઈ-બહેનના નિઃસ્વાર્થ પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ તહેવાર સાથે જોડાયેલી અનેક કથાઓ તેને આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્વ આપે છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande