સિનિયર સિટીજનોના ઘરે જઈ રાખડી બાંધી રક્ષાબંધનનો તહેવાર ઉજવતી વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની ટીમ
ગીર સોમનાથ, 9 ઓગસ્ટ (હિ.સ.): જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્રારા શી- ટીમએ વેરાવળ શહેરમાં સીનિયર સીટીજનોના ઘરે જઇ સીનિયર સીટીજન લોકોને મળી ત
સિનિયર સિટીજનોના ઘરે જઈ રાખડી બાંધી


ગીર સોમનાથ, 9 ઓગસ્ટ (હિ.સ.): જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્રારા શી- ટીમએ વેરાવળ શહેરમાં સીનિયર સીટીજનોના ઘરે જઇ સીનિયર સીટીજન લોકોને મળી તેમની મદદરૂપ થવા અવાર નવાર સુચના કરવામાં આવેલ હોય તે અનુસંધાને.

આજરોજ વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી નાઓ વેરાવળ સીટી પો.સ્ટે.ની શી-ટીમના પો.સબ ઇન્સ. જી.એન.કાછડ તથા એ.એસ.આઇ. જેઠાભાઇ વિરાભાઇ તથા કિષ્નાબેન રઘુભાઇ તથા પો.હેડ કોન્સ. પ્રજ્ઞાબેન ઉકાભાઇ તથા ભગવતીબેન લખમણભાઇ તથા પો.કોન્સ. લખમણભાઇ રાજાભાઇ તથા દક્ષાબેન ભીખાભાઇ તથા પુષ્પાબેન પુંજાભાઇ નાઓ સાથે વેરાવળ શહેરમાં રહેતા સીનિયર સીટીજનોનાં ઘરે જઇ સીનિયર સીટીજનોને રક્ષાબંધનનાં તહેવાર સબબ રાખડી બાંધી રક્ષબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવેલ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande