દિવ્યાંગોને રાખડી બાંધી રક્ષાબંધનનો તહેવાર ઉજવતી વેરાવળ સીટી પોલીસ સ્ટેશનની શી ટીમ
ગીર સોમનાથ, 9 ઓગસ્ટ (હિ.સ.): જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્રારા શી ટીમને શહેરમાં વયોવૃધ્ધ સીનિયર સીટીઝનો તથા દિવ્યાંગ લોકોને મળી તેમન
દિવ્યાંગોને રાખડી બાંધી


ગીર સોમનાથ, 9 ઓગસ્ટ (હિ.સ.): જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા સાહેબ તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્રારા શી ટીમને શહેરમાં વયોવૃધ્ધ સીનિયર સીટીઝનો તથા દિવ્યાંગ લોકોને મળી તેમની મદદરૂપ થવા અવાર નવાર સુચના કરવામાં આવેલ હોય તે અનુસંધાને. આજરોજ વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી નાઓ વેરાવળ સીટી પો.સ્ટે.ની શી-ટીમ સાથે વેરાવળ નેશનલ હાઇવે પર મહાકાળી હોટલ પાસે આવેલ સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના આશ્રમ ખાતે જઇ આશ્રમમાં રહેતા દિવ્યાંગોને રક્ષાબંધનનાં તહેવાર સબબ રાખડી બાંધી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવેલ હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande