વિસનગરમાં ચોંકાવનારો કિસ્સો: મહિલાના શરીરમાંથી 12 કિલોની ગાંઠ બહાર
મહેસાણા, 9 ઓગસ્ટ (હિ.સ.): વિસનગરની સંજીવની હોસ્પિટલમાં એક અનોખો તબીબી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 69 વર્ષીય વિદ્યાબેન રણછોડભાઈ પટેલના શરીરમાંથી વૉલીબૉલ કરતા પણ મોટી, અંદાજે 10 થી 12 કિલોની ગાંઠ સફળતાપૂર્વક ઓપરેશન દ્વારા બહાર કાઢવામાં આવી. લાંબા સમયથી
વિસનગરમાં ચોંકાવનારો કિસ્સો: મહિલાના શરીરમાંથી 12 કિલોની ગાંઠ બહાર


વિસનગરમાં ચોંકાવનારો કિસ્સો: મહિલાના શરીરમાંથી 12 કિલોની ગાંઠ બહાર


વિસનગરમાં ચોંકાવનારો કિસ્સો: મહિલાના શરીરમાંથી 12 કિલોની ગાંઠ બહાર


મહેસાણા, 9 ઓગસ્ટ (હિ.સ.): વિસનગરની સંજીવની હોસ્પિટલમાં એક અનોખો તબીબી કિસ્સો સામે આવ્યો છે, જ્યાં 69 વર્ષીય વિદ્યાબેન રણછોડભાઈ પટેલના શરીરમાંથી વૉલીબૉલ કરતા પણ મોટી, અંદાજે 10 થી 12 કિલોની ગાંઠ સફળતાપૂર્વક ઓપરેશન દ્વારા બહાર કાઢવામાં આવી. લાંબા સમયથી પેટના દુખાવાથી પીડાતી વિદ્યાબેનને આ ઓપરેશન બાદ પીડામાંથી રાહત મળી, જ્યારે આવડી વિશાળ ગાંઠ જોઈ ડોક્ટરો, સ્ટાફ અને પરિવારજનો અચંબિત થઈ ગયા.

વડનગરના નદીઓળ દરવાજા નજીક રહેતી વિદ્યાબેન છેલ્લા એક વર્ષથી પેટમાં દુખાવાનો સામનો કરી રહી હતી. છેલ્લા એક મહિનામાં દુખાવો અસહ્ય બની જતા તેમજ ખાવા-પીવામાં તકલીફ થવા લાગી હતી. સારવાર માટે તેઓ વિસનગરની સંજીવની હોસ્પિટલમાં આવ્યા, જ્યાં ડૉક્ટર અરુણભાઈ રાજપૂતે તપાસ કરી અને પેટમાં મોટી ગાંઠ હોવાનું નિદાન કર્યું.

પરિવારની મંજૂરી બાદ કરવામાં આવેલા ઓપરેશન દરમિયાન અંદાજે 12 કિલોની આ ગાંઠ બહાર કાઢવામાં આવી. ડૉક્ટર અરુણભાઈ રાજપૂત મુજબ, આવી મોટી ગાંઠ લાંબા સમય સુધી રહેવી જોખમી સાબિત થઈ શકે છે, પરંતુ સમયસર કરાયેલા ઓપરેશનથી દર્દીની જાન બચી ગઈ. હાલમાં વિદ્યાબેનની તબિયત સ્થિર છે અને તેઓ ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યા છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande