પોરબંદર, 9 ઓગસ્ટ (હિ.સ.): ભાગ્યવિજય હિંમતલાલ દવે ચેરિટેબલટ્રસ્ટના પ્રમુખ નિરવભાઈ દવેના માર્ગદર્શનમાં પોરબંદરના 1036માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે શ્રીમતી જે.એ.જોષી ઔદિચ્ય ગોહિલવાડી બ્રહ્મસમાજની વાડી પોરબંદર ખાતે યુવા ભાઈ-બહેનો માટે શોર્ટ ફિલ્મ અને રીલ્સ પ્રતિયોગીતા યોજવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં પોરબંદરના યુવા ભાઈ-બહેનો દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી હેરીટેજ-પોરબંદર, વિકસિત પોરબંદર અને ભૂતકાળનું પોરબંદર જેવા વિવિધ વિષયો પર શોર્ટ ફિલ્મ અને રીલ્સ બનાવવામાં આવી હતી, જેની પ્રતિયોગીતામાં કુલ 28 લોકોએ ઑનલાઈન રજીસ્ટ્રેશન કરાવવામાં આવ્યું હતું. આ પ્રતિયોગીતા નું પરિણામ તા.09-08-2025 ના પોરબંદર સ્થાપના દિવસના દિવસે સુદામા ચોક ખાતે જાહેર કરવામાં આવશે અને પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનારને રોકડ પુરસ્કાર તેમજ સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya