ગુજરાત આયુર્વેદિક યુનિ.ના નાયબ કુલસચિવની ફિલ્મી ગીતકાર તરીકેની સિદ્ધી
જામનગર, 9 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના નાયબ કુલસચિવની ફિલ્મી ગીતકાર તરીકે સિદ્ધી મેળવી છે. ડો.અશોક ચાવડા ’બેદિલ’ને ગુજરાતી સિનેમાનો શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનાં આસીસ્ટન્ટ રજીસ્ટ
અશોક ચાવડા


જામનગર, 9 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીના નાયબ કુલસચિવની ફિલ્મી ગીતકાર તરીકે સિદ્ધી મેળવી છે. ડો.અશોક ચાવડા ’બેદિલ’ને ગુજરાતી સિનેમાનો શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ પ્રાપ્ત કર્યો છે.

જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીનાં આસીસ્ટન્ટ રજીસ્ટ્રાર ડો.અશોક ચાવડા ’બેદિલ’ ખ્યાતનામ સાહિત્યકાર છે. તેઓ સાહિત્ય તથા કલાક્ષેત્ર અનેક વખત રાજ્ય તથા રાષ્ટ્રીય સ્તરે સન્માનિત થઇ ચૂક્યા છે.તાજેતરમાં જાહેર થયેલ વર્ષ 2023 નાં ગુજરાતી ફિલ્મોનાં પુરસ્કારોમાં તેમને શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ ઘોષિત થયો છે.

’સંબંધોમાં ખાલી જગ્યા’ નામની ફિલ્મમાં ’એ જિંદગી સંગ ચાલી’ ગીત માટે ડો. અશોક ચાવડા ’બેદિલ’ ને શ્રેષ્ઠ ગીતકારનો પુરસ્કાર એનાયત થયો છે. જેને પગલે સાહિત્ય - કલા ક્ષેત્રે તેમનાં યશમુકુટમાં એક ઔર પીછું ઉમેરાયું અને જામનગરનાં સાહિત્ય જગતનાં ગૌરવમાં વધારો થયો છે. સમગ્ર કલાજગત દ્વારા તેમનાં પર અભિનંદન વર્ષા થઇ રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande