પોરબંદર, 9 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરના કુતિયાણા ગામે રહેતા ઇસમ સામે જામનગર પંથકમાં વિદેશી દારૂનો ગુન્હો નોંધાયો હતો અને એક વર્ષથી તે વોન્ટેડ હતો, જેને પોરબંદર એલ.સી.બી.ની ટીમે પકડી પાડયો છે. જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કરેલ સુચના અનુસંધાને એલ.સી.બી.. ઈન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.ડે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી.સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા દરમ્યાન હેડ કોન્સ્ટેબલ ઉદપભાઈ વરૂ તથા હીમાંશુભાઈ મકકા તથા પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઈ ઓડેદરાને મળેલ સંયુક્ત હકીકતના આધારે કુતિપાણા રબારીકેડાના નાકેથી જામનગર જિલ્લાના મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુન્હામાં રજીસ્ટર કરેલ હોય અને સદરહુ ગુન્હામાં એક વર્ષથી લાલશાહીથી નાસતા ફરતા આરોપી લાખા મૂરુભાઈ કરમટાને સી.આર.પી. સી. કલમ મુજબ પકડી પાડી કુતિયાણા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે. તથા જામનગર મેઘપર પડાણા પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવેલ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya