જામનગરમાં લોકમેળો યોજાશે કે નહીં ? સોમવારે આવશે ચુકાદો
જામનગર, 9 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં લોકમેળા મુદે જામેલો ખરાખરીનો કાનુની જંગ કાલે બંને પક્ષની દલીલો સાથે પુરો થયો હતો, અદાલતે દલીલો સાંભળીને ચુકાદો સોમવાર પર મુલત્વી રાખ્યો હતો, હવે તેના પર સૌની મીટ મંડાયેલી છે, ગઇકાલે પણ રસપ્રદ દલીલો થઇ હતી, કોર્પોર
મેળો


જામનગર, 9 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરમાં લોકમેળા મુદે જામેલો ખરાખરીનો કાનુની જંગ કાલે બંને પક્ષની દલીલો સાથે પુરો થયો હતો, અદાલતે દલીલો સાંભળીને ચુકાદો સોમવાર પર મુલત્વી રાખ્યો હતો, હવે તેના પર સૌની મીટ મંડાયેલી છે, ગઇકાલે પણ રસપ્રદ દલીલો થઇ હતી, કોર્પોરેશન તરફથી લોકમેળાનું આયોજન લોકો માટે થતું હોવાની મુખ્ય દલીલ કરી હતી તો મેળો નહીં યોજવા અરજી કરનાર દ્વારા પણ અકસ્માતનો ખતરો હોવાની ભીતિ દર્શાવવામાં આવી હતી, જોઇએ સોમવારે અદાલત શું ચુકાદો આપે છે.

પ્રદર્શન મેદાનમાં મેળા માટે સ્ટે આપવા માટે સિવીલ કોર્ટમાં ગઇકાલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, હવે આ મેળો તા.૧૦ના રોજ થઇ શકશે નહીં, કારણ કે કોર્ટ દ્વારા તા.૧૧ના રોજ સોમવારે આ અંગેની સુનાવણી રાખવામાં આવી છે, બીજી તરફ રાઇડઝના ફીટનેશ સર્ટીફીકેટ હજુ સ્ટોલધારકોને મળ્યા ન હોય મેળો એકાદ-બે દિવસ મોડો શરુ​​​​​​​ થાય તેવી પુરી શકયતા છે, ગઇકાલે દલીલ બાદ હવે શું ચુકાદો આવે છે તેના ઉપર બધાની નજર છે.

કોર્પોરેશન વતી એડવોકેટ વિરલ રાચ્છે દલીલ કરી હતી કે, કોઇપણ એક વ્યકિતના બંધારણીય હકક માટે રસ્તો બંધ કરવો તે યોગ્ય નથી, વર્ષોથી પ્રદર્શન મેદાનમાં પરંપરાગત લોકો માટે લોકમેળો યોજાય છે અને આ મેળાને માણવા આજુબાજુના ગામોમાંથી પણ હજારો લોકો આવે છે અને મેળો માણવો એ લોકોનો બંધારણીય હકક છે, વળી કોર્પોરેશન દ્વારા વધારાના રસ્તા પણ ખોલવામાં આવ્યા છે, એટલે ટ્રાફિક સમસ્યામાં રાહત થશે, સાતરસ્તાથી ટાઉનહોલ સુધીના રસ્તા સિવાયના અન્ય રસ્તા છે ત્યારે લોકોના બંધારણીય હકક ઉપર તરાપ મારી ન શકાય.

આ ઉપરાંત દલીલમાં વધુ કહેવામાં આવ્યું હતું કે, લોકો આ મેળો સ્વૈચ્છાએ માણવા આવે છે અને કોઇપણ વ્યકિતને પરાણે રાઇડઝમાં બેસાડવામાં આવતા નથી, સૌરાષ્ટ્રમાં પણ આ પ્રકારે ઘણા બધા લોકમેળા થાય છે, આ દાવો પ્રથમ દ્રષ્ટિએ ટકવાને પાત્ર નથી, રાઇડઝના સંચાલક સહિતના મામલે એસઓપીના પાલન કરવાની તેમજ રાઇડઝના ફીટનેશની ચકાસણીની પ્રક્રિયા પણ આરએનબીના મીકેનીકલ એન્જીનિયર દ્વારા કરવામાં આવે છે.

તા.૭ના રોજ દાવાની અપીલની સુનાવણી બાદ અદાલતે ઓર્ડરમાં જણાવ્યું છે કે, કોર્ટની કાર્યવાહીમાં ઇન્ટરફીયર થવા અંગે કોર્ટ દ્વારા વકીલ વિરલ રાચ્છ અને તેના જુનિયર વકીલ એસ.આર.બેલીમ અને આસી.કમિશ્નર મુકેશ વરણવા સામે ક્ધટેમ્પટ ઓફ કોર્ટ પ્રક્રિયા અંગે હાઇકોર્ટને શા માટે જાણ ન કરવી તે અંગે તા.૨૫-૮-૨૫ સુધીમાં ખુલાસો માંગતી શોકોઝ નોટીસ આપવામાં આવી છે. આમ પ્રદર્શન મેદાનનો લોકમેળો ચકડોળે ચડયો છે.

સામાપક્ષે અરજદાર કલ્પેશ આસાણીએ કહ્યું હતું કે, તા.૭ના રોજ વહિવટી તંત્ર મેળાના મેદાનની સોંપણી કરે છે અને એ પહેલા જ કોર્પોરેશન દ્વારા રાઇડઝ ઉભી કરી દેવામાં આવી છે અને આ મેળાથી ટ્રાફિકની સમસ્યા વધશે તેથી આ જગ્યાએ મેળો ન કરવો જોઇએ, મેળા દરમ્યાન પણ ટ્રાફિક જામની શકયતાઓ છે, સ્ટે.કમીટીએ આ જગ્યાએ મેળો યોજવો તે અંગે જે ઠરાવ કરેલ છે તે અયોગ્ય છે.

સ્ટે.કમીટીએ તા.૧૦ થી ૧૫ દિવસ સુધી પ્રદર્શન મેદાનમાં લોકમેળો યોજવા આયોજન કર્યુ હતું, ત્યારે હવે આ અરજીનો ચુકાદો સોમવાર ઉપર ગયો છે, એટલે કે સમયસર મેળો શરુ થઇ શકશે નહીં, હજુ રાઇડઝ ઉભી થઇ ગઇ છે, પરંતુ ફીટનેશના ટેસ્ટીંગ અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા નથી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande