ખેરાલુ ખાતે મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેન્ક દ્વારા સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત વિશાળ સંમેલન યોજાયું
મહેસાણા, 1 સપ્ટેમ્બર (હિ.સ.) ખેરાલુ શહેરમાં ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેન્ક દ્વારા “સહકારથી સમૃદ્ધિ” અભિયાન અંતર્ગત સહકારી પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન આપવા માટે વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ સંમેલનમાં સહકારી ક્ષેત્રના આગેવાનો, ખેડૂત પ
ખેરાલુ ખાતે મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેન્ક દ્વારા સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત વિશાળ સંમેલન યોજાયું


મહેસાણા, 1 સપ્ટેમ્બર (હિ.સ.) ખેરાલુ શહેરમાં ધી મહેસાણા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ બેન્ક દ્વારા “સહકારથી સમૃદ્ધિ” અભિયાન અંતર્ગત સહકારી પ્રવૃત્તિઓને વધુ પ્રોત્સાહન આપવા માટે વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. આ સંમેલનમાં સહકારી ક્ષેત્રના આગેવાનો, ખેડૂત પ્રતિનિધિઓ, બેન્કના અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

સંમેલન દરમિયાન સહકાર આંદોલનના મહત્વ અને ખેડૂતોથી માંડીને સામાન્ય નાગરિકો સુધી પહોંચતા તેની અસરકારક ભૂમિકા વિષે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. બેન્કના વક્તાઓએ જણાવ્યું કે સહકારી સંસ્થાઓ ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવા, કૃષિ વિકાસમાં યોગદાન આપવા અને ગ્રામ્ય અર્થતંત્રને મજબૂત બનાવવા માટે આધારસ્તંભરૂપ છે.

કાર્યક્રમમાં સહકારી બેન્કિંગની નવી યોજનાઓ, ખેડૂતો માટેના સસ્તા વ્યાજદરના લોન, મહિલાઓ માટેના સ્વસહાય જૂથો તેમજ યુવાનો માટેના વિવિધ અવસર અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. ખાસ કરીને ટેકનોલોજી આધારિત બેન્કિંગ સેવાઓ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના લાભો પર ભાર મૂકાયો.

આ અવસરે બેન્કના આગેવાનો એ “સહકારથી સમૃદ્ધિ” સૂત્રને જીવનમાં ઉતારી વધુને વધુ લોકો સહકારી પ્રવૃત્તિઓ સાથે જોડાય તે માટે આહ્વાન કર્યું.

આ રીતે ખેરાલુ ખાતે યોજાયેલ આ સંમેલન સહકારી આંદોલનને નવી દિશા આપતું સાબિત થયું.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande