જામનગર, 1 સપ્ટેમ્બર (હિ.સ.) : જામનગર જિલ્લાના કાલાવડના એક યુવાને રાજકોટમાં રહેતા મિત્રને ઉધાર આપેલી રકમ પરત માંગતા કાલાવડ ધસી આવેલા ત્રણ શખ્સે આ યુવાનને ધોકાવી નાખ્યો હતો. જ્યારે ખીમરાણામાં બાઈક કેમ પછાડ્યું તેમ પૂછતા એક પ્રૌઢને માર મારી લોહીલુહાણ કરી નખાયા હતા.
કાલાવડના ખોડિયારપરામાં રહેતા કેતન વાલજીભાઈ વૈષ્ણવે રાજકોટમાં રહેતા પોતાના મિત્ર મનોજ કમાભાઈ શિયારને રૂ.૧પ હજાર હાથઉછીના આપ્યા હતા. તે રકમ કેતને પરત માંગતા કાલાવડ ધસી આવેલા મનોજ તેમજ તેના પુત્ર કુંભ અને જયેશ વકાતરે એક રેસ્ટોરન્ટ પાસે બોલાવી કેતનને પાઈપ તથા ઢીકાપાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
જામનગર તાલુકાના ખીમરાણા ગામના મગનભાઈ હંસરાજ ફોફરીયાએ પોતાનું મોટરસાયકલ પાડી નાખનાર અરૂણ રણછોડભાઈ ધારવીયાને કહેતા ધોકાથી હુમલો કરી અરૂણે માર માર્યાે હતો.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt