અમરેલી , 1 સપ્ટેમ્બર (હિ.સ.) આજે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામે આમ આદમી પાર્ટી દ્વારા “ગુજરાત જોડો જનસભા”નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જનસભા દરમિયાન આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા પક્ષની વિચારધારા, નીતિઓ અને વિકાસના મુદ્દાઓ પર વિસ્તૃત વાત કરી હતી.
આ પ્રસંગે અનેક સામાજિક કાર્યકરો, યુવાનો તેમજ સ્થાનિક રાજકીય આગેવાનો આમ આદમી પાર્ટીમાં સક્રિય રીતે જોડાયા. નવા જોડાયેલા કાર્યકરોને પાર્ટીમાં સ્વાગત કરવામાં આવ્યા અને તેમને સંગઠન મજબૂત બનાવવા માટે આગ્રહ રાખવામાં આવ્યો.
વિજપડી ગામે યોજાયેલી આ જનસભા દરમિયાન લોકકલ્યાણ, શિક્ષણ, આરોગ્ય અને સ્વચ્છ રાજકારણ જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. કાર્યક્રમના અંતે પક્ષના આગેવાનો એ જણાવ્યું કે ગુજરાતના ગામડાં સુધી પક્ષની પહોંચ વધારવા માટે આવા જનસભાઓનું આયોજન સતત કરવામાં આવશે.
આ જનસભા આમ આદમી પાર્ટી માટે અમરેલી જિલ્લામાં સંગઠનના વિસ્તરણ અને જનસમર્થન મેળવવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai