ભાવનગર રેલ પટરી ન કરો પાર, ન પશુઓને મોકલો રેલવે ટ્રેક પર – થઈ શકે છે દંડાત્મક કાર્યવાહી
ભાવનગર સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં તાજેતરમાં આવા અનેક બનાવો સામે આવ્યા છે, જેમાં પશુઓ રેલવે ટ્રેક પર આવી જતા રેલ સંચાલનમાં અવરોધ સર્જાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે રેલવે ટ્
ભાવનગર  રેલ પટરી ન કરો પાર, ન પશુઓને


ભાવનગર સપ્ટેમ્બર (હિ.સ.) પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળમાં તાજેતરમાં આવા અનેક બનાવો સામે આવ્યા છે, જેમાં પશુઓ રેલવે ટ્રેક પર આવી જતા રેલ સંચાલનમાં અવરોધ સર્જાયો છે. ભાવનગર મંડળના વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધક અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું હતું કે રેલવે ટ્રેકની આજુબાજુ આવેલા ગામોમાં વસતા ગ્રામજનોમાં જાગૃતિ લાવવા હેતુથી દિનેશ વર્મા (મંડળ રેલ પ્રબંધક)ના માર્ગદર્શન હેઠળ મનીષ મલિક (વરિષ્ઠ મંડળ ઇજનેર/સમ.) અને પી. એન. રાય (મંડળ સુરક્ષા આયુક્ત)ના નેતૃત્વમાં ભાવનગર મંડળના ઇજનેરી વિભાગ તથા રેલવે સુરક્ષા બળ દ્વારા સઘન જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત રેલવે ટ્રેકની નજીક વસતા નાગરિકોને જાગૃત કરી સતર્ક કરવામાં આવી રહ્યા છે.

અભિયાન દરમિયાન ગ્રામજનોને :

1. રેલ પટરી પાર કરતાં સમયે થનારી સંભવિત દુર્ઘટનાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા.

2. સ્થાનિક ગ્રામજનોને રેલવે ટ્રેકની નજીક પશુઓને ચરાવવાથી ઊભા થતા ખતરાઓ અને સંભવિત રેલ દુર્ઘટનાઓ અંગે વિગતવાર સમજાવાયું.

3. ગ્રામજનોને આ પણ ચેતવણી આપવામાં આવી કે જો તેઓ આવા કાર્ય કરતા ઝડપાશે, તો તેમના વિરુદ્ધ દંડાત્મક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

રેલ પ્રશાસને તમામ ગ્રામજનોને અપીલ કરી છે કે તેઓ પોતાના તેમજ અન્યોના જીવનની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રેલ પટરીઓ પાર ન કરે તથા પશુઓને પણ રેલવે ટ્રેક પર ન જવા દે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande