ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ તથા ફ્રી ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો
વડોદરા, 1 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 11 તથા આરબીએલ બેંકના સંયુક્ત ઉપક્રમે નારાયણપુરા કોમન પ્લોટ ખાતે આરોગ્યલક્ષી સેવાઓને પ્રોત્સાહન આપતા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ તથા ફ્રી ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પમાં વ
ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ તથા ફ્રી ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો


વડોદરા, 1 સપ્ટેમ્બર (હિ.સ.) ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર વોર્ડ નંબર 11 તથા આરબીએલ બેંકના સંયુક્ત ઉપક્રમે નારાયણપુરા કોમન પ્લોટ ખાતે આરોગ્યલક્ષી સેવાઓને પ્રોત્સાહન આપતા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ તથા ફ્રી ચશ્મા વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કેમ્પમાં વડોદરા શહેર ભાજપ અધ્યક્ષશ્રી ડો. જયપ્રકાશભાઈ સોની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકોને આરોગ્ય અંગે જાગૃત કરવો તેમજ જરૂરીયાતમંદ લોકોને પ્રાથમિક આરોગ્ય સેવા મફતમાં ઉપલબ્ધ કરાવવાનો હતો.

કાર્યક્રમ દરમ્યાન નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, આંખોની તપાસ સહિતના આરોગ્ય ચકાસણીઓ કરવામાં આવી. ખાસ કરીને વૃદ્ધ નાગરિકો અને મહિલાઓએ આ સેવા નો ઉત્સાહપૂર્વક લાભ લીધો. આંખની તપાસમાં જો કોઈને ચશ્માની જરૂર જણાઈ, તો તેમને સ્થળ પર જ મફત ચશ્મા આપવામાં આવ્યા. આ સેવા થી અનેક લાભાર્થીઓએ રાહત અનુભવ્યો.

ડો. જયપ્રકાશભાઈ સોનીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે ભાજપ હંમેશાં લોકોના આરોગ્ય, શિક્ષણ અને સમાજકલ્યાણ માટે પ્રતિબદ્ધ છે. આવા કાર્યક્રમો દ્વારા સમાજના અંતિમ વ્યક્તિ સુધી સેવા પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવે છે. તેમણે આરબીએલ બેંકના પ્રતિનિધિઓ તથા વોર્ડ નંબર 11 ના કાર્યકરોને આ સેવા કાર્યક્રમ સફળ બનાવવા બદલ શુભેચ્છા પાઠવી.

આ પ્રસંગે વોર્ડના નાગરિકો, સ્થાનિક કાર્યકરો તથા આરબીએલ બેંકના અધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સુવ્યવસ્થિત રીતે થતાં લાભાર્થીઓએ પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરી.

આવો આરોગ્યલક્ષી કેમ્પ લોકોમાં સ્વાસ્થ્ય જાગૃતિ લાવવાનો એક સકારાત્મક પ્રયાસ ગણાયો છે, જે ભવિષ્યમાં પણ સતત આયોજિત થતો રહે એવી લોકોએ અપેક્ષા વ્યક્ત કરી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Nandrambhai Gondliya


 rajesh pande