ગોધરા, ૧ સપ્ટેમ્બર (હિ. સ.)
ગોધરા મા આજે ઐતિહાસિક એવી ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી, વર્ષો જુની પ્રથા પ્રમાણે માત્ર પાંચ દિવસ નું અતિથ્ય માણ્યા બાદ ગણેશ ભગવાન ની પ્રતિમાઓ નું આજે વિસર્જન કરવા મા આવ્યું ત્યાંરે ઐતિહાસિક એવી ગોધરા ની ગણેશ વિસર્જન યાત્રા મા વિશ્વકર્મા ચોક થી આરતી ઉતારી વિસર્જન યાત્રા ની શરૂઆત કરવા મા આવી હતી જેમા પંચમહાલ ના સાંસદ રાજપાલ સિંહ જાદવ, રાજ્ય સભા ના સાંસદ ડૉ જસવંતસિંહ પરમાર, શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડીંડોર, ધારાસભ્ય સીકે રાઉલજી, નિમીષા બેન સુથાર, પંચમહાલ ભાજપ ના અધ્યક્ષ મયંકભાઇ દેસાઈ સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા
ગણેશ વિસર્જન યાત્રા તેના નિયત રૂટ પર ચુસ્ત બંદોબસ્ત વચ્ચે નીકળી હતી અને શાંતિ પુર્ણ રીતે યાત્રા ચાલી રહી હતી જેમા તંત્ર દ્વારા ૩૦૦૦ થી વધારે પોલીસ ફોર્સ તેનાત કરવા મા આવી હતી, રેન્જ આઇજી રાજેન્દ્ર અસારી, પંચમહાલ ડીએસપી સહીત મહીસાગર અને દાહોદ ના એસપી પણ વિસર્જન યાત્રા મા બંદોબસ્ત માટે તેનાત હોવાથી યાત્રા શાંતિ પુર્ણ રીતે સંપન્ન થઇ હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેરા હર્ષદ