ગણેશ વિસર્જન સબબ કાયદો અને વ્યવસ્થાની સ્થિતી જળવાઇ રહે તે અનુસંધાને, રૂટ પર ડ્રોન દ્વારા ચાંપતી નજર રાખતી વેરાવળ સીટી પોલીસ
ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગાર દ્રારા ગણેશ વિસર્જન સબબ અત્રેના જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે,
ગણેશ વિસર્જનના રૂટ પર ડ્રોન


ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિકારી વી.આર.ખેંગાર દ્રારા ગણેશ વિસર્જન સબબ અત્રેના જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે, જે અંગે વેરાવળ શહેરમાં ગણેશ વિસર્જન અર્થે નિકળનાર ગણેશજીની શોભાયાત્રાના રૂટ પર ટેકનીકલ સર્વેલન્સ દ્વારા નજર રાખવા સુચના આપવામાં આવેલ છે.

તે અનુસંધાને આજરોજ વેરાવળ સીટી પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી દ્વારા ડ્રોન દ્વારા ગણેશ વિસર્જન અર્થે નિકળનાર ગણેશજીની શોભાયાત્રાના રૂટ પર ડ્રોન ઉડાડી ડ્રોનથી સમગ્ર રૂટ તેમજ વેરાવળ શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં ચાંપતી નજર રાખવામાં આવી રહેલ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande