તાલાલા ટાઉન વિસ્તારમાં વર્લી-મટકાનો કેસ શોધી કાઢતી તાલાલા સર્વેલન્સ સ્કોડ
ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.) જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં જુગાર અંગેની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્ત-નાબુદ કરવા સખત સુ
તાલાલા ટાઉન વિસ્તારમાં વર્લી-મટકાનો કેસ શોધી કાઢતી તાલાલા સર્વેલન્સ સ્કોડ


ગીર સોમનાથ 1 સપ્ટેમ્બર (હિ.સ.)

જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક વિ.આર.ખેંગાર વેરાવળ વિભાગ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં જુગાર અંગેની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્ત-નાબુદ કરવા સખત સુચના આપેલ હોય જે અનુસંધાને

તાલાલા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ જે.એન.ગઢવી સાહેબ નાઓની સુચના તેમજ માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પો.હેડ.કોન્સ દેવેન્દ્રભાઈ ભુપતભાઇ ગાધે તથા એ.એસ.આઇ રણજીતસિંહ પરબતસિંહ ડોડીયા તથા પ્રતિપાલસિંહ ગીગાભાઇ કાગડા તથા પો.હેડ.કોન્સ ગોવિંદભાઈ પરબતભાઈ મારૂ તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ જયસિંહ પરમાર એ રીતેના તાલાલા ટાઉનમા નરસંગ ટેકરી વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન સાથેના એ.એસ.આઇ આર.પી.ડોડીયા તથા પો.હેડ.કોન્સ ગોવિંદભાઇ પરબતભાઇ મારૂ નાઓને ચોક્કસ બાતમી હકિકત મળેલ કે, તાલાલા નરસિંહ ટેકરી વિસ્તારમાં ટાઉન પોલીસ ચોકીની પાછળના ભાગે રહેતો ભીખુભાઇ વાસાભાઇ ગઢીયા હરતો ફરતો ચાલીને માણસો પાસેથી વરલી મટકાના આંકડાઓ લખી રોકડ રૂપીયા લઇ વરલી મટકાનો જુગાર રમી રમાડે છે જે હકીકત આધારે વર્લી મટકાનો કેસ કરી જુગાર અંગેની રેઇડ કરી નીચે જણાવેલ વિગત મુજબનો જુગારધારાનો કેસ શોધી કાઢી તાલાલા પો.સ્ટે.ગુ.ર.નં.૧૧૧૮૬૦૦૭૨૫૧૦૭૬/૨૦૨૫ જુગાર ધારા કલમ-૧૨(અ) મુજબનો ગુન્હો દાખલ કરી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- આરોપીઓ :-

(૧) ભીખુભાઇ વાસાભાઇ ગઢીયા રહે. તાલાલા નરસિંહ ટેકરી વિસ્તાર તા.તાલાલા જી ગીર સોમનાથ

- કબ્જે કરેલ મુદામાલ :-

(૧) રોકડ રૂ. ૧,૨૦૦ /-

(૨) એક ડાયરી તથા બોલપેન કિ.રૂ.00/-

(૩) એક કીપેઇડ વાળો ACE કંપનીનો સાદો મોબાઇલ ફોન નંગ-૦૧ કિ.રૂ.૫૦૦/-

કુલ મુદામાલ કિ. રૂ. ૧,૭૦૦ /-

-કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-

પો.ઇન્સ.શ્રી જે.એન.ગઢવી સાહેબ તથા પો.હેડ.કોન્સ. દેવેન્દ્રભાઇ ભુપતભાઈ ગાધે તથા એ.એસ.આઇ રણજીતસિંહ પરબતભાઈ ડોડીયા તથા પ્રતિપાલસિંહ ગીગાભાઇ કાગડા તથા પો.હેડ.કોન્સ. ગોવિંદભાઈ પરબતભાઈ મારૂ તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જયસિંહ પરમાર

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande